SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર ૪૨ (૨) : શબ્દ, ક્રિયાદિમાં બોલાતા વર્ણસ્વરૂપ. (૩) અર્થ : શબ્દાભિધેયનો વ્યવસાય. (૪) આનંબન : બાહ્ય પ્રતિમાદિવિષયક ધ્યાન. ઉપરોક્ત ચાર યોગ “સવિકલ્પ સમાધિ કહી શકાય. (૫) રહિત રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ. આ યોગ નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ છે. પાંચ યોગના અધિકારી : સ્થાનાદિયોગો નિશ્ચયનયથી દેશચારિત્રી તથા સર્વચારિત્રીને જ હોઈ શકે. ક્રિયારૂપ (સ્થાન-ઊર્ણ) અને જ્ઞાનરૂપ (અર્થ-આલંબન અને રહિત) આ યોગો ચારિત્રમોહનીયના ક્ષયપશમ વિના સંભવી શકતા નથી. જે જીવો દેશચારિત્રી કે સર્વચારિત્રી નથી, તે જીવોમાં યોગનું બીજ માત્ર હોઈ શકે છે. પરંતુ આ કથન નિશ્ચયનયનું છે. વ્યવહારનય તો યોગબીજમાં પણ યોગનો ઉપચાર કરે છે. તેથી વ્યવહારનયથી અનુપબંધકાદિ જીવો પણ યોગના અધિકારી હોઈ શકે છે. ઘર્મસંન્યા-થોગસંન્યાસ -સામર્થ્યયોગના આ બે પ્રકાર છે. આ સામર્થ્યયોગ ક્ષપકશ્રેણિમાં હોય છે. આ યોગ પ્રધાનફળ મોક્ષનું નિકટતમ કારણ છે. ૧. ધર્મસંન્યા : "ક્ષપકશ્રેણિમાં જ્યારે જીવ દ્વિતીય અપૂર્વકરણ કરે છે, ત્યારે તાત્વિક રીતે આ “ધર્મસંન્યાસ' નામનો સામર્થ્યયોગ હોય છે. અહીં ક્ષાયોપથમિક ક્ષમા-આર્જવ-માર્દવાદિ ધર્મોથી યોગી નિવૃત્ત થાય છે. *અતાત્વિક ‘ધર્મસંન્યાસ પ્રવજ્યાકાળે દેશવિરતિ-સર્વવિરતિગ્રહણ કરતાં) ૫૦. ૮મું ત્યાગ અષ્ટક, શ્લોક ૭. ५१. द्वितीयेऽपूर्वकरणे प्रथमो धर्मसंन्याससंज्ञितः सामर्थ्ययोगः तात्त्विक भवेत् । क्षपकश्रेणियोगिनः क्षायोपशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः । - योगदृष्टि समुच्चये।। ५२. अतात्त्विकस्तु प्रव्रज्याकालेऽपि भवति। - योगदृष्टि समुच्चय For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy