SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહાર ૪૦૫ ભીંજાયેલા ભીના કપડાને આગ બાળી શકે ખરી? તો પછી સરસ્વતીના તરંગોથી ભીંજાયેલા મનને મોહ બાળી શકે ખરા? આ “જ્ઞાનસાર” ગ્રંથ પવિત્ર સરસ્વતી છે. “જ્ઞાનસાર'ની પવિત્ર વાણીથી મનને ભીનું જ રાખવાનું. મોહવાસનાઓની આગ મનને બાળી નહીં શકે. મોહ-દાવાનળથી બચવા માટે નિરંતર “જ્ઞાનસારની વાણીનું પાન કરવાનો ઉપદેશ ઉપાધ્યાયજી મહારાજ આપે છે. સર્વ દુઃખો, સર્વ વેદનાઓ અને સર્વ અશાન્તિનું મુળ મોહ જ છે ને! મોહની અસરથી મન મુક્ત બન્યું એટલે કોઈ દુઃખ, અશાન્તિ કે વેદના નહીં રહે. अचिन्त्या काऽपि साधूनां ज्ञानसारगरिष्ठता। गतिर्ययोर्ध्वमेव स्याद् अधःपात: कदाऽपि न ।।४।। અર્થ : મુનિઓને જ્ઞાનસારનો ભાર કંઈક ન સમજી શકાય એવો છે! એ ભારથી ઊંચે જ ગતિ થાય, ક્યારેય નીચે પડવાનું ન થાય. વિવેચન : હા, “જ્ઞાનસાર” એ ભાર છે! ન સમજી શકાય તેવો ભાર છે! આ ભારને ઉપાડનાર ભારે બને છે! “જ્ઞાનસાર”ના ભારથી-વજનથી વજનદાર બનેલો મુનિ જયારે નીચે પડવાના બદલે ઊર્ધ્વ ગતિ કરે છે ત્યારે આશ્ચર્ય થાય છે! ભારે માણસ ઊંચે ગતિ કરે છે!!!” જ્ઞાનસારનો ભાર આવો ન સમજી શકાય તેવો છે, અચિંત્ય છે! ઉપાધ્યાયજી મહારાજ હળવી ભાષામાં જ્ઞાનસારના પ્રભાવનું કેવું સરસ ઉદ્દીપન કરે છે! “જ્ઞાનસારથી ભારે બનો. જ્ઞાનસારનું વજન વધારો. તમારી ઊર્ધ્વ ગતિ જ થશે. અધઃપતન ક્યારેય નહીં થાય.' - આ ઉપદેશ ગ્રંથકારે લાક્ષણિક શૈલીમાં આપ્યો છે. તેઓશ્રી દઢતાપૂર્વક વિશ્વાસ બંધાવે છે કે જ્ઞાનસારને પ્રાપ્ત કરનાર મહાત્માની ઉન્નતિ જ થાય, તેનું અધ:પતન ન જ થાય. જ્ઞાનસારને પ્રાપ્ત કરીને તમે નિર્ભય બનો, દુર્ગતિનો ભય ત્યજી દો, પતનનો ભય ત્યજી દો. જ્ઞાનસારના અચિંત્ય પ્રભાવે તમે ઉન્નતિના પથ પર આગળ જ વધતા જશો. ભારે વસ્તુ નીચે જાય, ઊંચે ન જાય' - આ નિસર્ગનો એક નિયમ છે. એ નિયમને લઈને અહીં વિરોધાભાસ બતાવાયો છે : “ભારે હોવા છતાં ઊંચે જાય છે!' જ્ઞાનસારના ભારથી-વજનથી ભારે થયેલો મુનિ સદગતિનો-મોક્ષનો ભાગી બને છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy