SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૦ જ્ઞાનસાર સત્યાવીસમું અષ્ટક છે યોગનું. - મોક્ષ સાથે જોડી આપનાર, યોગોને આરાધનારો યોગી સ્થાનવર્ણાદિ યોગ અને પ્રીતિ-ભક્તિ વગેરે અનુષ્ઠાનોમાં રત યોગી જ્ઞાનયજ્ઞ કરવા માટે સુયોગ્ય બને છે. છે અઠ્ઠાવીસમું અષ્ટક છે નિયાગનું. જ્ઞાનયજ્ઞમાં આસક્તિ! સર્વ ઉપાધિરહિત શુદ્ધ જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. બ્રહ્મમાં જ સર્વસ્વ અર્પણ કરનાર મુનિને ભાવપૂજાની ભૂમિ સ્પર્શે છે. છે ઓગણત્રીસમું અષ્ટક છે ભાવપૂજાનું આતમદેવનાં નવ અંગે બ્રહ્મચર્યની નવ વાડોથી પૂજન કરતો મુનિ અભેદ-ઉપાસનારૂપ ભાવપૂજામાં લીન થાય છે. આવો આત્મા ધ્યાનમાં લીન બને છે. ત્રીસમું અષ્ટક છે ધ્યાનનું. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સાધતો મહામુનિ ક્યારેય દુઃખી હોતો નથી. નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની છાયા પડે છે... ને તેથી તીર્થંકર નામકર્મ બાંધે છે. અને તપનો માર્ગ પકડે છે. જ એકત્રીસમું અષ્ટક છે તપનું. બાહ્ય અને આત્યંતર તપની આરાધનાથી તે સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષદશાને પામવા આગળ ધપે છે. તેની સર્વ વિશુદ્ધિ થાય છે. આવો મહાત્મા પરમ પ્રશમ... પરમ માધ્યચ્ય ભાવને ધારણ કરે છે. જ બત્રીસમું ને છેલ્લે અષ્ટક છે સર્વનયાશ્રયનું. સર્વ નયોને સ્વીકારે, કોઈ પક્ષપાત નહીં, કોઈ ભ્રાન્તિ નહીં.. પરમાનન્દથી ભરપૂર એવી સર્વોત્કૃષ્ટ આત્મભૂમિકા તે પ્રાપ્ત કરી કૃતકૃત્ય બની જાય છે. આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો આ કેવો અપૂર્વ માર્ગ છે! બસ, હવે માત્ર લક્ષ્ય જોઈએ છે. આપણો દઢ નિર્ણય જોઈએ છે. આત્માની આ સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ જોઈએ છે. ક્રમિક ૩૨ વિષયોને હૃદયસ્થ કરી, એના ઉપર ચિંતન કરી, એ દિશામાં પ્રયાણ આદરવાનું છે. આત્મતત્ત્વની શ્રદ્ધા, આત્મતત્ત્વની પ્રીતિ અને આત્મતત્ત્વના ઉત્થાનની ૮ २८. तमेवैकं जानथ आत्मानमन्या वाचो विमुंचथामृतस्यैष सेतुः ।। - मुण्डकोपनिषद् For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy