SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવપૂજા ૩પ૯ લવણ ઉતારવાની ભૂલ ક્રિયા એ તો તાત્ત્વિક માર્ગનું એક માત્ર પ્રતીક છે. આરતી ઉતારો! સામર્થ્યયોગ'ની આરતી ઉતારો! સામર્થ્યયોગ “ક્ષપકશ્રેણિમાં” હોય છે. તેના બે પ્રકાર છે : ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ, ધર્મસંન્યાસનો લવણ ઉતારવાની ક્રિયામાં સમન્વય કર્યો, આરતીમાં યોગસંન્યાસ'નો સમન્વય કરીએ. યોગનો સંન્યાસ એટલે યોગનો ત્યાગ, કાયાદિનાં કાર્યોનો ત્યાગ. કાયોત્સર્ગાદિ ક્રિયાઓનો પણ ત્યાગ કરવાનો. જો કે એ ત્યાગ કેવળજ્ઞાની ભગવંતો કરે છે... આપણે તો માત્ર તેના કલ્પનાલોકમાં વિચારીને થોડીક ક્ષણો માટે એ કેવળજ્ઞાનીઓની દુનિયાનો આસ્વાદ અનુભવવાનો છે. આતમદેવની આરતી ઉતારવા માટે “સામર્થ્યયોગી' ન બની શકીએ આપણે, પરંતુ “ઇચ્છાયોગી' બનીને ધર્મસંન્યાસ અને યોગસંન્યાસની મધુરતા તો જરૂર માણી શકીએ. આત્માની ઉચ્ચતમ્ અવસ્થાનું અહીં પ્રતિપાદન છે. પૂજાના માધ્યમથી એ અવસ્થા અહીં બતાવાઈ છે. જ્ઞાનયોગી કેવી રીતે પૂજન કરે, એ બતાવાયું છે. આ પૂજન જ્ઞાનયોગી જ કરી શકે. સામાન્ય કક્ષાનો જ્ઞાની આ પૂજન કરી શકે. પરંતુ વિશેષતઃ જ્ઞાનપરાયણ એવા મુનિવરો માટે જ આ પૂજનવિધિ બતાવવામાં આવી છે. સંયમી અને જ્ઞાની મહાત્મા આ અપૂર્વ અદ્ભુત પૂજન કરીને અપૂર્વ અને અદ્દભુત આનંદ અનુભવે. આ પ્રમાણે લવણ ઉતારવાની અને આરતી ઉતારવાની વિધિ બતાવવામાં આવી છે. स्फुरन्मङ्गलदीपं च स्थापयानुभवं पुरः। योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव ।।६।।२३०।। અર્થ : અનુભવરૂપ સ્કુરાયમાન મંગલ દિપકને આગળ (આત્માની આગળ) સ્થાપન કર. સંયમયોગરૂપ નાટ્યપૂજામાં તત્પર થયેલો, ગીત, નૃત્ય અને વાજિંત્ર-આ ત્રણના સમૂહના જેવો સંયમવાળો થા. (એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ તે સંયમ કહેવાય). વિવેચન : હવે ચાલો દીપકપૂજા કરીએ. આતમદેવની સન્મુખ દીપકનું સ્થાપન કરવાનું છે. એ દીપકનું નામ છે અનુભવ! “અનુભવની પરિભાષા પૂજ્ય ઉપાધ્યાયજીએ આપી જ છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy