SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ જ્ઞાનસાર આઠ મદના ત્યાગની ભાવના એ અષ્ટમંગલના આલેખનની પૂજા. શુભ સંકલ્પોનું આત્મજ્ઞાનમાં વિલીનીકરણ એ ધૂપ-પૂજા! ક્યારે એવો અપૂર્વ અવસર આવશે કે આવી પૂજા કરી પરમાનન્દનો આસ્વાદ ચાખીશું? प्राग्धर्मलवणोत्तारं धर्मसंन्यासवलिना । कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधिम् ।।५।।२२९ ।। અર્થ : ધર્મસંન્યાસરૂપ અગ્નિ વડે પૂર્વના ક્ષાયોપથમિક ધર્મરૂપ લવણ ઉતારતો (તેનો ત્યાગ કરતો) સામર્થ્યયોગરૂપ શોભાયમાન આરતીની વિધિ પૂર્ણ કર. વિવેચન : ધર્મસંન્યાસ એ અગ્નિ છે. ઔદયિક ધર્મ અને ક્ષાયોપથમિક ધર્મ એ લવણ છે. સામર્થ્યયોગ એ સુંદર આરતી છે. પૂજનવિધિમાં આ બે ક્રિયાઓ પણ મહત્ત્વપૂર્ણ હોય છે : (૧) લવણ ઉતારવું, અને (૨) આરતી ઉતારવી. અહીં આ બે ક્રિયાઓને કેવું તાત્વિક સ્વરૂપ આપવામાં આવ્યું છે! પરંતુ આ પૂજન “ક્ષપકશ્રેણિ” માંડનાર જીવ કરી શકે! ક્ષપકશ્રેણિમાં જ્યારે જીવ બીજું અપૂર્વકરણ કરે છે ત્યારે તાત્ત્વિક રીતે આ “ધર્મસંન્યાસ” નામનો સામર્થ્યયોગ હોય છે; અર્થાતુ અહીં ક્ષમા-આર્જવ-માર્દવ વગેરે ક્ષાયોપશમિક ધર્મોથી યોગી નિવૃત્ત થાય છે. પરંતુ જેઓ ક્ષપકશ્રેણિ ન માંડી શકે તેના માટે પણ “ધર્મસંન્યાસ' બતાવાયો છે; ઔદયિક ધર્મનો સંન્યાસી સંન્યાસ એટલે ત્યાગ, અજ્ઞાન, અસંયમ, કષાય, વાસનાઓ વગેરેનો ત્યાગ તે ધર્મસંન્યાસ કહેવાય. આ ત્યાગ કરવો એનું નામ “લવણ ઉતારવું! આવો ધર્મસંન્યાસ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા શ્રાવક-સાધુને હોય. જ્યારે પેલો ઉપરનો ધર્મસંન્યાસ તો ક્ષપકશ્રેણિમાં જ હોય. ધર્મસંન્યાસના અગ્નિમાં ક્ષાયોપથમિક ધર્મોને નાખીને લૂણ ઉતારવાનું ત્યારે પેલું કવિનું કાવ્ય સાર્થક બને છે : જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે.’ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy