SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાનસાર ૨૫૦. વિના રાગદ્વેષ ઘટતા નથી. જે મહાત્માઓએ મરણાંત ઉપસર્ગો થવાના પ્રસંગે કોઈ દ્વેષના વલોપાત ન કર્યા, તેની પાછળ શું હતું? તેમની તો પૂર્વભવોની આરાધના હતી...' એમ કહીને આપણે સમાધાન કરી, કેવી ભૂલ કરીએ છીએ. તેઓનું કર્મવિપાકનું ચિંતન તેમની સમતામાં, સમભાવમાં અસાધારણ કારણ હતું, એમ માનવાની જરૂર છે. એ ચિંતન આત્મસાતુ થઈ જવું જોઈએ. જીવનમાં આવતા પ્રસંગોમાં...સદૈવ “કર્મવિપાક' નું વિજ્ઞાન ઉપયોગી બનાવવામાં આવે તો કસોટીના ટાણે સમભાવ રાખવો સરળ બને. અને સમભાવ વિના જ્ઞાનાનન્દ ક્યાંથી પ્રગટે? જ્ઞાનાનન્દ સમભાવથી પ્રગટે છે. રાગદ્વેષના ઉકળાટ શાંત થયા પછી જ જ્ઞાનનો આનંદ-આત્માનંદ પ્રગટ થાય છે. રાગદ્વેષમાંથી પ્રગટતો આનંદ વિષયાનંદ હોય છે. તેને જ્ઞાનાનંદ માની લેવાની ભૂલ ન થવી જોઈએ, નિરંતર જ્ઞાનાનન્દનો ઉપભોગ કરવા માટે સમભાવને અખંડિત રાખવો જોઈએ. સમભાવને ખંડિત ન થવા માટે કર્મવિપાકનું ચિંતન સતત રાખવું જોઈએ. કેવો વ્યવસ્થિત ક્રમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યો છે! સંસારમાં દેખાતી વિષમતાઓનું સમાધાન કર્મવિપાકના વિજ્ઞાન દ્વારા ન કરવામાં આવે તો? તો? સંસારના જીવો પ્રત્યે દ્વેષ થવાનો, રાગ થવાનો. રાગ અને દ્વેષમાંથી અનેક અનિષ્ટો પેદા થવાના. હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ વગેરે સેંકડો દોષો પેદા થવાના. એમાં જીવોનું જીવન જીવોના હાથે જ બિનસલામત બની જવાનું. અરસપરસ શંકા, ધૃણા દ્વેષ અને વૈરવિરોધ વધી જવાના! તેથી વિષમતાઓ વધતી જ જવાની! મોક્ષમાર્ગની આરાધના તો દૂર જ રહી જવાની. દૂર ક્યાં જાઓ? ભૂતકાળની ઘટનાઓ પણ જોવાની જરૂર નથી, આજના વિશ્વમાં જ દૃષ્ટિપાત કરો. જે જીવો આ કર્મવિજ્ઞાન નથી જાણતા, તેઓનાં જીવન જુઓ! તેઓ કેટલા અશાન્ત છે! કેટલા ચિંતાતુર છે! આત્માથી, પરમાત્માથી ને ધર્મથી તેઓ કેટલા દૂર જઈ પડ્યા છે? તમે તો મુનિરાજ છો! મોક્ષમાર્ગે ચાલી, કર્મોનાં બંધન તોડી શુદ્ધ-બુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી છે, તે માટે તમારે તો આ “કર્મવિજ્ઞાન' ને ખૂબ પચાવવું જોઈએ. તેના આધારે સમભાવના સ્વામી બનવું જોઈએ. પછી બસ, જ્ઞાનનન્દ-પરોગના ભોગી ભ્રમર બની જવાના. જ્યાં સમભાવ ખંડિત થતો લાગે, ઝટ કર્મવિપાકના ચિંતનમાં પ્રવેશ કરજો. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy