SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મવિપાક-ચિંતન ૨૪૯ પ્રધાનોની કપટપૂર્ણ અને કાવા-દાવાઓથી ભરેલી વાતોમાં એણે રસ લેવાનો નથી. મદ્યપાન તો સાધુને હોય જ શાનું? જો સાધુ આ પાંચ પ્રમાદોથી અળગો રહે તો કર્મને પ્રવેશવાનો કોઈ માર્ગ જ ન મળે! એ ભલે ચારે બાજુ ચક્કર માર્યા કરે! તાત્પર્ય એ છે કે મુનિ જો કર્મને માર્ગ આપે તો કર્મ અને સતાવે! માર્ગ ન આપે તે કર્મ એનું કંઈ અહિત ન કરી શકે. માર્ગ આપવો કે નહીં, તે મુનિ પર નિર્ભર છે! પ્રમાદના આચરણને પણ “કર્મફત” માનીને જો ચાલે, તો તે પટકાય જ! તેનું પતન જ થાય. ચરમાવર્ત કાળમાં પ્રમાદના સેવનમાં કર્મનો હાથ નથી, આ વાત સમજવી જોઈએ. કર્મોની કુટિલતા સમજાયા વિના આ વાત ગળે ઊતરે એમ નથી, માટે કર્મનું અનુચિંતન ખૂબ કરવું જોઈએ. કર્મના વિપાકોનો વિચાર કંપાવી મૂકે! साम्यं बिभर्ति या कर्मविपाकं हृदि चिन्तयन्। स एव स्याच्चिदानन्दमकरन्दमधुव्रतः ।।८।१६८ ।। અર્થ : હૃદયમાં કર્મવિપાકને ચિતવતો જે સમભાવ ધારણ કરે છે તે જ (યોગી) જ્ઞાનાનન્દરૂપ પરાગનો ભોગી ભ્રમર થાય છે. વિવેચન : યોગીરાજ! તમે ભોગી ભ્રમર છો, જ્ઞાનાનન્દ-પરાગનો ભોગ કરનારા...! તમારા હૃદયમાં કર્મવિપાકનું ચિંતન અને તમારા મુખ પર સમતાનું સંવેદન! કર્મનાં વિપાકોના ચિંતન વિના સમભાવનું વદન ન થાય. સમભાવના વેદન વિના જ્ઞાનાનન્દનું અમૃતપાન ન થઈ શકે. એટલે આ શ્લોકમાંથી ત્રણ વાતો ફલિત થાય છે ? (૧) કર્મ વિપાકનું ચિંતન, (૨) સમભાવ, (૩) જ્ઞાનાનંદનો અનુભવ. કર્મવિપાકના ચિંતનમાંથી સમભાવ પ્રગટવો જોઈએ; અર્થાત્ જગતના સર્વ જીવો પ્રત્યે સમત્વ પ્રગટવું જોઈએ.. ન કોઈના પ્રત્યે રાગ કે ન કોઈના પ્રત્યે દ્વેષ. મિત્ર પર રાગ નહીં, શત્રુ પર દ્વેષ નહીં. કર્મક્ત ભાવો તરફ હર્ષશોક ન થાય! આ કર્મવિપાકના ચિંતનથી જ શક્ય બને. જો આપણને રાગદ્વેષ, હર્ષશોક થાય છે, તો આપણું ચિંતન કર્મવિપાકનું ચિંતન નથી, એમ માનવું જ જોઈએ. રાગદ્વેષ થાય છે, હર્ષશોક થાય છે, રતિ-અરતિ થાય છે, તેના કારણ તરીકે કર્મનો દોષ ન જોતાં, “હું કર્મવિપાકનું ચિંતન નથી કરતો માટે થાય છે' - આ સમાધાન વધુ સારું છે. કર્મવિપાકના ચિંતન For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy