SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ જ્ઞાનસાર કુંડમાં નિમજ્જન કરી પરમ આહૂલાદ અને અનુપમ પવિત્રતા ન મેળવી શકે, એ સ્વાભાવિક છે. आत्मबोधो नवः पाशो देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु स्वस्य बन्धाय जायते ।।६।।११०।। અર્થ : શરીર, ઘર અને ધનાદિમાં આત્મપણાની બુદ્ધિ તે નવો પાશ છે. શરીરાદિમાં આત્માએ નાખેલો જે પાશ, (તે) પોતાના બંધ માટે થાય છે. વિવેચન : આ શરીર, ઘર, ધન * આ બધામાં આત્મપણાની બુદ્ધિ; એક અભિનવ અલૌકિક પાશ છે. શરીર, ઘર, ધન આદિ પર, આત્મા પાશ નાખે પરંતુ એ પાશથી બંધાય છે પોતે! વાસ્તવમાં, જેના પર પાશ નાખવામાં આવે તે બંધાવો જોઈએ, પરંતુ અહીં તો પાશ નાખનાર બંધાય છે! માટે પાશ અભિનવ અને અલૌકિક છે! હું અને મારું આ અવિદ્યા દ્વારા આત્મા બંધાતો જાય છે, આ વાતનું ભાન કરાવતાં અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સંસારનાં ત્રણ તત્ત્વો તરફ નિર્દેશ કર્યો છે : શરીરમાં “હું” ઘર-ધનમાં મારું.” આ “હું” અને “મારું”નો અનાદિકાલીન અહંકાર અને મમકાર (અવિદ્યા) જીવને સંસારમાં ભમાવી રહ્યો છે... કર્મોનાં બંધનોમાં ફસાવી રહ્યો છે... નરક-નિગોદનાં દુઃખોમાં રિબાવી રહ્યો છે. સુખ-દુઃખનાં કંદોમાં ઝુલાવી રહ્યો છે. શરીર માં “હું” પણાની બુદ્ધિ બહિરાત્મભાવ છે. “સિર્વિહિરાભા’ - શરીરમાં આત્મપણાની બુદ્ધિબહિરાત્મદશા છે. આ દિશામાં વિષયોની લોલુપતા અને કષાયોના કદાગ્રહ સ્વચ્છંદપણે વિલસે છે. તત્ત્વની અશ્રદ્ધા અને ગુણોમાં પ્રય, આ અવસ્થાનાં લક્ષણો છે. આત્મત્વનું અજ્ઞાન બહિરાત્મ-ભાવનું દ્યોતક છે. શ્રી અધ્યાત્મસાર–માં કહ્યું છે : विषयकषायावेशः तत्त्वाश्रद्धा गुणेषु द्वेषः। आत्माऽज्ञानं च यदा बाह्यात्मा स्यात् तदा व्यक्तः ।। આ રીતે શરીરમાં અહત્વની બુદ્ધિ કરનાર વિષય-કષાયના આવેશથી For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy