SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિર્લેપતા ૧૧૫ વિધિ-નિષેધોની જાણકારી ઉપરાંત જિનમતના મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રત્યેક મુમુક્ષુ આત્માને હોવું જોઈએ. ક્રિયાનુષ્ઠાન કરતાં અતિચારોથી અનુષ્ઠાન દૂષિત ન થાય તે માટે પણ જાગૃત્તિ રહેવી જોઈએ. મોહ, અજ્ઞાન, રસ-ઋદ્ધિ અને શાતાગારવ, કષાયો, ઉપસર્ગ-ભીરુતા...ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ...ઈત્યાદિ દ્વારા અનુષ્ઠાન દૂષિત ન બને તેની પ્રતિપળ સાવધાની રાખવી જોઈએ, આ રીતે દોષરહિત અને સમ્યજ્ઞાનસહિત ક્રિયાનુષ્ઠાનવાળા તથા શુદ્ધ-બુદ્ધ સ્વભાવવાળા ભગવંતને નમસ્કાર હો. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનપૂર્વક અને દોષરહિત ક્રિયાનુષ્ઠાન કરવાથી આત્માનું શુદ્ધ-બુદ્ધ સહજ સ્વરૂપ પ્રગટ થાય છે. જ્ઞાનવિહીન અને દોષ-ભરપૂર ક્રિયાઓ કર્યે જવાથી આત્માનું સહજ સ્વરૂપ પ્રગટ થતું નથી, પણ ઉપરથી મિથ્યાભિમાન પોષાય છે અને ચતુર્ગતિનું પરિભ્રમણ વધે છે. કર્મનિર્લેપ બનવા માટે જ્ઞાન-ક્રિયાનો વિવેકપૂર્ણ એકીભાવ કરવાનો છે. இரக Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy