SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય જો તમે વિષયરાગને ખતરનાક સમજી ગયા છો, એનાં ભયંકર પરિણામોથી તમે ધ્રુજી ઊઠ્યા છો, એની વિનાશ-તાંડવલીલા જોઈને તમે કમકમી ઊઠ્યા છો, તો પછી તમે શા માટે એ વિષય-રાગનાં પડખાં સેવો છો? શા માટે વૈષયિક સુખો મેળવવા દોડો છો? થોભી જાઓ. અનંત જન્મોથી પીડનાર અને આત્માનું હીર ચૂસનાર એ વિષયરોગનો હવે તમારે ખાત્મો બોલાવવો પડશે. જે જે ઉપાયથી એ વિષયરાગને હણી શકાય તે તે ઉપાય અજમાવવા માંડો. વૈરાગ્યભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા પડે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય કરવાનું. સંવેગનિર્વેદમય વિચારોથી વૈરાગ્ય દૃઢ થાય છે. માટે એવા વિચારો કરવાનો અભ્યાસ કરવો પડે. મોક્ષપ્રીતિ અને ભવઉગ! મોક્ષ પર રાગ અને સંસાર પર ઉદ્વેગ. વિચારનાં બે કેન્દ્રબિંદુ બનાવી દેવાનાં. જન્મ-જરા અને મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પ્રબળ બનાવશે. ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં ચઢી જાઓ તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારમાં ગરકાવ થઈ જવાનું. ક્યારેક આત્માની એકલવાયી સ્થિતિના ચિતનમાં મગ્ન થઈ ગયા તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં ડૂબી જવાનું. ક્યારેક દરેક જન્મમાં બદલાતા રહેતા જીવોના પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું તો ક્યારેક શરીરની ભીતરની બીભત્સ-ગંદી અવસ્થાની કલ્પનામાં સરી પડવાનું. કોઈ વેળા દુ:ખદાયી હિંસાદિ આસવોના કટુ વિપાકો યાદ આવી જાય, તો કોઈ વેળા એ આસવના ધમસતા આવતા પ્રવાહને ખાળવાના ઉપાયો મનમાં રહી જાય, કોઈ વેળા કર્મોની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને ડોલાવી જાય. તો કોઈ વેળા ચૌદ રાજલોકરૂપ વિરાટ વિશ્વની સફરે ઊપડી જવાનું. કોઈ વેળા મન સિદ્ધશિલા ની સફરે ઊપડી જાય અને સિદ્ધિશિલા પર સિદ્ધ-બુદ્ધ મુક્ત બની બેસી ગયેલા પરમવિશુદ્ધ આત્માઓનો પરિચય કરી આવવાનો! આવું આવું કરતા રહો. વૈરાગ્યનો રંગ ચોળમજીઠનો રંગ બની જશે. પરંતુ મનની ગતિ અકળ છે. મનના ભેદ પામવા મામૂલી વાત નથી. એ મનડાને જે વિષય ગઈકાલે ખૂબ ગમતો હતો એ આજે જરાય નથી ગમતો, For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy