SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ મનના પાંચ પ્રકારો પ્રવૃત્તિ કરતો હોય છે! આમા સારા-નરસા ભાવોનું મિશ્રણ હોવાથી આ મનને વિક્ષિપ્ત કહેવાય છે. ૪. જેમનું મન ભયરહિત, દ્વેષરહિત અને ખેદરહિત હોય છે અને સમતાભાવને પામેલું હોય છે, તે મન ‘એકાગ્ર’ મન કહેવાય છે. ૫. જેમના મનમાં સંકલ્પ-વિકલ્પોના તરંગો ઊઠતા નથી, કોઈ દ્રવ્ય સાથે પ્રિય-અપ્રિયતાનો આગ્રહ નથી હોતો, કોઈ ક્ષેત્રની અનુકૂળતા-પ્રતિકૂળતાનો આગ્રહ નથી હોતો, કોઈ કાળનું-સમયનું બંધન નથી હોતું. કોઈ શીતઉષ્ણતાના વિચારો નથી ઊઠતા, કોઈ જીવો પ્રત્યે સ્નેહ-રાગ જેવું બંધન નથી હોતું, કોઈ પ્રકારના કર્તૃત્વની કલ્પના નથી હોતી... આવું શુદ્ધ મન ‘નિરુદ્ધ' મન કહેવાય છે. આવું મન ‘આત્મારામમુનીનમ્' - આત્મભાવમાં લીન મહાત્માઓને હોય છે. ચેતન, મનની પહેલી ત્રણ અવસ્થાઓ ક્ષિપ્ત(બહિર્મુખ), મૂઢ(વિવેકહીન) અને વિક્ષિપ્ત (કામભોગમાં ચંચળ), ચિત્તની, મનની સમાધિ-યોગ્ય હોતી નથી. છેલ્લી બે અવસ્થાઓ સત્ત્વના ઉત્કર્ષના લીધે, થૈર્યના લીધે અને અતિશય સુખના કારણે ઉપાદેય બને છે. એ બે અવસ્થાઓ સાધક માટે સમાધિમય અને સ્વરૂપમય છે. ક્ષિપ્ત અને મૂઢ મનમાં ‘યોગ'નો ક્યારેય આરંભ ન થઈ શકે. આ બે પ્રકારનાં મન બાહ્ય વિષયોમાં જ ભટકતાં રહે છે. કદાચ વિક્ષિપ્ત મન આંતર આનંદથી ઉલ્લસિત થયું હોય તો તેમાં યોગારંભ થઈ શકે છે. વાત એક જ છે. મન શુદ્ધ જોઈએ. વિષયો-કષાયોની અશુદ્ધિ દૂર થવી જોઈએ. મંદ-મંદતર કષાયોવાળું મન, ભલે થોડું ચંચળ હોય, જુદા જુદા યોગોમાં ફરતું હોય... તોપણ એ ઉપાદેય છે. આત્માનંદ-ચિદાનંદ પામવાના માર્ગમાં આવું મન ઉપયોગી બને છે. ચેતન, હવે ‘મન:શુદ્ધિ' થી ‘મન:પ્રસન્નતા'- આ વિષય પર વિસ્તારથી લખવાની ભાવના છે. તા. ૨૦-૪-૯૮ ઊગ્રુપ્તસૂરિ For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy