SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય “શું તમે તમારું શુભ-કલ્યાણ ઇચ્છો છો? તો પહેલું કામ મનને શુદ્ધ કરવાનું કરો.” 'उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसः खलु शोधनम् ।' જેમ વૈદ્ય રોગીને દવા-રસાયણ આપતાં પહેલાં પેટશુદ્ધિ કરાવે છે તેમ ધર્મના રસાયણનું સેવન કરવા પહેલાં મનઃશુદ્ધિ કરવી જોઈએ. ચેતન, વાનર જેવું અતિ ચંચળ, નિબંધ તેજીલા અશ્વ જેવું દુર્ઘર્ષ-દુર્દમ્ય, પ્રચંડ વાયુ જેવું બળવાન, મદોન્મત્ત હાથી જેવું ઘમસાણ મચાવનાર, ભડભડતી આગ જેવું સર્વભક્ષી અને અત્યંત સ્વચ્છંદી મનને જીતવું, એ સહેલું કામ નથી. અતિ અતિ દુષ્કર કામ છે. ૦ ચંચળ મન યોગના પૂર્ણ ઘડાને ઊંધો પાડી દે છે ને સમતારસને ઢોળી નાંખે છે. 9 બળવાન મન જિનવચનોને અવગણી નાંખે છે. કામાગ્નિને પ્રજ્વલિત કરે છે અને સુંદર વિચારવૃક્ષનો ઉચ્છેદ કરી નાંખે છે. ૦ મદોન્મત્ત મન શાસ્ત્રબોધનો નાશ કરે છે અને મોક્ષમાર્ગ ઉપર અવરોધ પેદા કરે છે. ૦ આગ જેવું મન, વ્રતોનાં-મહાવ્રતોનાં લીલાંછમ વૃક્ષોને બાળી નાંખે છે. સદ્ગુણોના ઉદ્યાનને ઉજાડી નાંખે છે. ૦ સ્વચ્છંદી મન ગુણવિકાસને અવરોધે છે. જીવાત્માને ચોરાશી લાખ યોનિમાં ભટકાવે છે. ૦ અત્યંત હિંસક વિચારો કરીને, ઘોર અસત્યના વિચાર કરીને, ચોરીના ઉગ્ર વિચાર કરીને, મૈથુનની તીવ્ર વાસનાના વિચારો કરીને અને પરિગ્રહ લીભના સતત તીવ્ર અશુભ વિચારો કરીને જીવાત્મા નરકગામી બને છે. ૦ ચંચળ મન જીવાત્માને દંભી બનાવે છે. ભલે એ મૌન રહેતો હોય કે નેત્રો નમેલાં-નિર્દોષ રાખતો હોય અને શરીરની પ્રત્યેક ક્રિયા જાગૃતિપૂર્વક કરતો હોય, પરંતુ આ એનો દંભ એને સુખી કરતો નથી કે પરલોકમાં સદ્ગતિ આપતો નથી. માટે મનઃશુદ્ધિ કરવી, પ્રત્યેક સાધક મનુષ્ય માટે અનિવાર્ય છે. મન:શુદ્ધિ કરવાના કેટલાક ઉપાયો આ જ મનઃશુદ્ધિના અધ્યાયમાં બતાવવામાં આવ્યા છે. આપણે એ ઉપાયોને જાણીએ. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy