SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૫૯ અનંત ધ્યાનપૂર્વક વર્ધમાનના શિરને, સ્કંધને, ચરણને, હાથોને નીરખી રહ્યો હતો. તેમના હાથની એક-એક આંગળીના એક એક સાંધામાં જ્ઞાનનું અસ્તિત્વ હતું. તેજસ્વી સત્યનો ઉદ્ગાર હતો. સત્યનો શ્વાસ હતો. આ વર્ધમાન નખશિખ શ્રેષ્ઠ પવિત્ર પુરુષ હતા. અનંતે ક્યારેય કોઈ માનવીનું આટલું ઊંચું મૂલ્ય આંક્યું ન હતું. કોઈ માણસને તેણે આટલો બધો ચહ્યો ન હતો. દિવસના ત્રીજા પ્રહરે વધમાનની દેશના શરૂ થઈ. તેમણે વર્ધમાનનો ઉપદેશ સાંભળ્યો. તેમનો સ્વર સંપૂર્ણ સ્વસ્થ અને શાંતિભર્યો હતો. લયબદ્ધ હતો. વર્ધમાને દુઃખ વિશે, દુઃખના મૂળ વિષે, દુઃખથી મુક્ત થવાના માર્ગ વિશે વાતો કરી. જીવન દુઃખભર્યું છે. સારી સૃષ્ટિ દુ:ખરૂપ છે. દુઃખમાંથી છૂટવાનો માર્ગ છે. વર્ધમાનના પ્રબોધેલા મોક્ષમાર્ગ પર જે નિષ્ઠાપૂર્વક ચાલે તેમના માટે મુક્તિ નિશ્ચિત હતી. પરમ તેજસ્વી મહાવીર વર્ધમાને મૃદુ તથા દઢ વાણીમાં વાતો કરી. તેમણે ગૃહસ્થધર્મ બતાવ્યો. પાંચ મહાવ્રતોનો શ્રમણધર્મ બતાવ્યો. તેમને અનેક ઉદાહરણો આપ્યાં, તર્ક આપ્યા અને પૂર્ણાનન્દની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. તેમનો બોધ સ્પષ્ટ હતો, સ્વસ્થ હતો. ધર્મદેશના પૂર્ણ થયા પછી કેટલાક ભાવુક સ્ત્રીપુરુષોએ ભગવાન વર્ધમાન સ્વામીની પાસે દીક્ષા લીધી. અને શ્રમણસંઘમાં ભળી ગયા. એ વખતે અમર પણ પ્રભુની સન્મુખ ગયો. તેણે કહ્યું : “હે પરમ તેજસ્વી! હું તમારામાં મારી નિષ્ઠા સમર્પિત કરું છું. મને પણ આપના સંઘમાં લેવાનો અનુગ્રહ કરો.” અમરનો સ્વીકાર થયો. ભગવાન પોતાના વિશ્રામગૃહમાં ગયા. અમરે અનંતને ઉત્સુકતાથી પૂછયું : અનંત, તને હું ઉપાલંભ તો ન આપી શકે. આપણે બંનેએ આ પરમ તેજસ્વી ભગવાન વર્ધમાનને સાંભળ્યા. અમરે તેમનો બોધ સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો. પણ મારા મિત્ર, તુંય મુક્તિની કેડીએ પગ નહીં મૂકે? તું હજી વિલંબ કરીશ? હજી તું પ્રતીક્ષા કરીશ?” અમરના શબ્દો સાંભળતાં અનંત જાગ્યો, જાણે નિદ્રામાંથી જાગતો હોય તેમ લાંબા સમય સુધી તે અમરના મુખ ભણી ટકી રહ્યો. પછી તે મૃદુ સ્વરે બોલ્યોઃ મિત્ર અમર, તેં ડગલું ભર્યું છે. તેં તારા પંથની વરણી કરી લીધી છે. તું સદૈવ મારો મિત્ર રહ્યો છે. અમર, તું હંમેશાં મારાથી એક ડગલું પાછળ રહ્યો છે. હું વારંવાર વિચારતો કે અમર મારા વિના, પોતાની નિષ્ઠાથી ક્યારેય એક ડગલું પણ આગળ નહીં ભરે. હવે તું સાચો પુરુષ બન્યો છે. તે તારા નિજના પંથની For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy