SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૪૩ વાટ પકડી. મારા સાથે સાથે આજે હું અહીં આવ્યો છું. હે નરેશ્વર! આપની કૃપાથી વિશિષ્ટ આશ્ચર્ય અહીં જોવા ઇચ્છું છું.” એમ કહી સુધન પોતાના સુખાસન પર બેસી ગયા. ખૂબ શાન્તિથી, સ્વસ્થતાથી, એકાગ્રતાથી રાજા પૃથ્વીચન્દ્ર સુધન શ્રેષ્ઠીની દિવ્ય વાર્તા સાંભળી. એમની મનઃસ્થિતિ કમળવત્ નિર્લેપ બનતી જતી હતી. ચન્દ્ર જેવી શીતલ બનતી જતી હતીભીતરનાં દ્વાર ફટાફટ ખૂલી ગયાં હતાં... ધન્ય ગુણસાગર! તમે ભવસાગર તરી ગયા... હું તાતના આગ્રહને વશ બની રાજા બની ગયો. હવે ક્યારે મુનિ બનીશ? ક્યારે અણગારી બની ધોર તપ કરી કર્મોનો નાશ કરીશ? ક્યારે મારો આત્મા પરમવિશુદ્ધ બનશે?' શુભ વિચારધારાનો લય લાગી ગયો. “દીક્ષા લઈને ઇન્દ્રિયોને શાન્ત કરીશ. મનનું દમન કરીશ. સમિતિ-ગુપ્તિનું પાલન કરીશ. નિર્જન સ્થાનોમાં જઈ કાયોત્સર્ગ ધ્યાન કરીશ. ઉપસર્ગો ને પરિષહોને સમતાભાવે સહન કરીશ. મારે મારો શુદ્ધ-વિશુદ્ધ આત્મા પ્રગટ કરવો છે. હું એટલે શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મા છું! શુદ્ધ જ્ઞાન મારો વૈભવ છે!” ચિંતનની ધારા કોઈ વિક્ષેપ વિના લયબદ્ધ રીતે વહેતી ચાલી. લયમાંથી વિલય પ્રગટ્યો અને પ્ર-લયમાં જઈને કેવળજ્ઞાન મેળવી લીધું! પૃથ્વીચન્દ્રને સિંહાસન પર બેઠાં બેઠાં કેવળજ્ઞાન પ્રગટી ગયું! સૌધર્મેન્દ્ર સ્વયં નીચે આવ્યા. પૃથ્વીચંદ્રને સાધુવેશ આપીને ભાવપૂર્વક વંદના કરી. સુવર્ણકર્મળ પર કેવળજ્ઞાનીને બિરાજમાન કર્યા. ૦ ૦ ૦ રાજસભાના ગોખમાં બેઠેલી આઠ રાણીઓએ આ અદ્ભુત દૃશ્ય જોયું. કેવળજ્ઞાનનું પ્રાગટ્ય અને દેવોનું આગમન.. આ બધું જોઈને આઠ રાણીઓ પણ ધર્મધ્યાનમાં લીન બની. આઠ રાણીઓના મનમાં એકસરખા ભાવ! એકસરખાં પરિણામ! એકસરખા અધ્યવસાય. મન-વચન-કાયાના યોગો સમતાભાવમાં સ્થિર બન્યા. મન તો જાણે મરી જ ગયું! આત્માએ પૂર્ણતા પામી લીધી. આઠ રાણીઓને કૈવલ્યની પ્રાપ્તિ થઈ! શાસનદેવીઓ પ્રગટ થઈ. તેમણે રાણીઓ પર પુષ્પવૃષ્ટિ કરી અને ઘોષણા કરી : “મહારાજ પૃથ્વીચંદ્રની આઠ રાણીઓ કેવળજ્ઞાની બની છે!” દેવીઓએ તેમને સાધ્વીવેશ આપ્યો. સ્વર્ણકમળ પર આઠેને બિરાજમાન કરી. 0 0 0 For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy