SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૩૩ કૂરગડુ મુનિ તો કવળજ્ઞાની હતા. તેમણે ચારે તપસ્વીઓને ક્ષમા આપી. તપસ્વી મુનિઓ પશ્ચાત્તાપની આગમાં શુદ્ધ થયા. શુદ્ધ બનેલા એ ચારે મહાત્માઓ આત્મજ્ઞાની બન્યા. ઉદાસીનતા આવી ગઈ! ‘સહજ ભાવમાં લીનતા, ઉદાસીનતા ભેદ!” ચારે મુનિવરોને સુરલતા સમાન ઉદાસીનતા મળી. સુખસદન સમાન ઉદાસીનતા મળી. જ્ઞાનના ફળરૂપ ઉદાસીનતા મળી. આ ઉદાસીનતામાંથી જ ચિદાનંદ પ્રગટે છે. એ ચિદાનંદ સાધકને પ્રલય તરફ લઈ જાય છે... સર્વે કર્મોનો પ્રલય થઈ જતાં કેવળજ્ઞાન પ્રગટે છે! ચારે મુનિ કેવળજ્ઞાની બની ગયા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવદુંદુભિ વગાડી. સ્વર્ણકમળ રચ્યાં. ચેતન! ચાર મહિનાના ઉપવાસ કરવા સહેલા છે, પણ ઉપવાસી ગાળ દે, ઉપવાસી તિરસ્કાર કરે. ઉપવાસી ઘોર નફરત કરે, ઘૂંકે. આ બધુ તપશ્ચર્યાનો અને એના ફળનો નાશ કરી નાંખે છે. પરંતુ જેની સામે આ બધું એ ચાર મુનિઓએ કહ્યું, એ મુનિવરને એ આગ ઓકતા તપસ્વીઓ પ્રત્યે જરાપણ અણગમો ન થયો. રોષ કે રીસ થવાનો તો પ્રશ્ન જ ન હતો. અપમાન કરનાર તરફ અકળામણ ન થવી, તિરસ્કાર કરનાર પ્રત્યે ફરિયાદ ન ઊઠવી, દુર્વ્યવહાર કરનાર પ્રત્યે ઉદાસીનતા રાખવીરહેવી, શું સરળ વાત છે? હા, ઉપવાસ કરવા સરળ છે, દાન આપવું સરળ છે, વ્રતનિયમ લેવાં સરળ છે, દેરાસર બંધાવવું સહેલું છે... પરંતુ દુઃખ આપનાર (શારીરિક અને માનસિક) પ્રત્યે સમભાવ રહેવો, અરતિ ન થવી, અણગમો ન થવો, દ્વેષ ન થવો.. કે પ્રતિકારની ઇચ્છા ન થવી, એ ચરમશરીરી આત્માનો વૈભવ હોય છે. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy