SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૯ લય-વિલય-પ્રલય મુનિ કામવિજેતા હતા! સમતાના શીતલ પવિત્ર સરોવરમાં ઝીલતા રાજહંસ હતા. પગમાં ઝાંઝર સાથે હવેલીમાંથી બહાર નીકળ્યા, ત્યારે લોકનિંદા અને લોક-તિરસ્કારનો અસુર પાછળ પડ્યો હતો. પરંતુ મુનિવરના લય-વિલયને જરાય આંચ ન આવી! જ્યારે રાજાએ પ્રજાને સાચી વાત જણાવી, લોકો મુનિરાજની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે પણ એમનાં અંતઃકરણમાં વહી રહેલું આત્મજ્ઞાનરૂપ લયનું ઝરણું વહેતું જ રહ્યું! નિંદા-પ્રશંસા એમના માટે સમાન હતાં. કંચનપુરમાં જ્યારે રાજાના સેવકોએ-સૈનિકોએ મુનિ પર પ્રહારો કરવા માંડયા... રાજાની પાસે લઈ ગયા... રાજાએ પણ અત્યંત આક્રોશ કર્યો... આરોપ મૂક્યો... ખાડામાં ઉતાર્યા... ત્યારે પણ ઝાંઝરીયા મુનિનો આત્માનુભવરૂપ લય અખંડ રહ્યો એટલું જ નહીં, એ લય પ્ર-લય બની ગયો. રાજાની તલવાર એમના ગળા પર ઝીંકાઈ ત્યારે તેઓ ચિદાનંદમાં લીન હતા! દેહાવસાનની સાથે જ કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા. કામ-ક્રોધ, લોભ-મદ-માન-હર્ષના અસુરોની વચ્ચે જે પુરુષ આત્મજ્ઞાનનો લય જાળવી રાખે છે, તે પૂર્ણાનન્દ પામે જ છે. અને રાજાને પણ જ્યારે પોતાની ભૂલ સમજાણી ત્યારે? ઘોર પશ્ચાત્તાપ, કરુણ કલ્પાંત... અંતઃકરણથી ક્ષમાયાચના... અને પુનઃ પુનઃ આત્મનિંદા કરતાં કરતાં આત્મજ્ઞાન થયું! આત્મજ્ઞાનનો લય લાગી ગયો... મન-વચનકાયાના યોગો સમભાવમાં સ્થિર થઈ ગયા! અને રાજા કેવળજ્ઞાની બની ગયા. વીતરાગ બની ગયા! થોડા જ સમય પહેલાંનો ઋપિનો હત્યારો, કેવળજ્ઞાની બની દેવાર્પિત સાધુવેશ ધારણ કરી, સ્વર્ણકમળ પર બિરાજમાન થયો! આ પ્રભાવ લયનો હતો, વિ-લયનો હતો, પ્ર-લયનો હતો. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy