SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૫ લય-વિલય-પ્રલય આ બધો ઉપદેશ મારે નથી સાંભળવો. આવો ઉપદેશ સાંભળવા તમને અહીં નથી બોલાવ્યા. આવો.. મને ભેટી પડો.” દર રહે. મેં મન-વચન-કાયાથી સંયમ લીધું છે, વ્રતો લીધાં છે. હું કોઈપણ ભોગે એ વ્રતોનો ભંગ નહીં કરું. ધ્રુવની જેમ અવિચળ રહીને વ્રતપાલન કરીશ. હવે ગૃહવાસ કરે જ નહીં.” આવો દુરાગ્રહ ન કરો. મારી પ્રાર્થના સ્વીકારો... મને સ્વીકારો.” તરુણી ગદ્દગદ સ્વરે બોલી. “અરે ભોળી સ્ત્રી, તારા કરતાંય સવાઈ મારે એક નહીં, બત્રીસ સ્ત્રીઓ હતી. આ હવેલી કરતાં સો ગણો મોટો રાજમહેલ હતો. અપાર સંપત્તિ હતી. એ બધું છોડીને આ સંયમ લીધું છે. તે ફરીથી હું ઘર માંડું? કદાપિ ન બને. તું પણ આ મનુષ્યજીવનને સફળ કરવા વિષયાસક્તિનો ત્યાગ કર. નહીંતર પરભવમાં દુ:ખી દુ:ખી થઈ જઈશ.' પરંતુ જેમ માણસમાં ભૂતનો પ્રવેશ થયો હોય તેમ કામાંધ યુવતી ઊછળી અને મુનિરાજને વળગી પડી. વેલની જેમ વીંટળાઈ વળી... દાસીએ મુનિના પગમાં ઝાંઝર પહેરાવી દીધું! કે જેથી જલ્દી એ હવેલીની બહાર નીકળી ન જાય! પરંતુ મુનિરાજે જોરથી સ્ત્રીને ધક્કો મારી છૂટી કરી અને પગમાંથી ઝાંઝર કાઢવા રોકાયા વિના હવેલીની બહાર નીકળી ગયા. ૦ શેઠાણીએ મુનિને બદનામ કરવા બૂમાબૂમ કરી મૂકી. ૦ લોકોએ મુનિનાં પગમાં ઝાંઝર જોઈ અને શેઠાણીની વાત સાંભળી મુનિની ખૂબ નિંદા કરવા માંડી. ૦ પરંતુ સામે જ રાજમહેલ હતો. રાજમહેલના ઝરૂખામાં રાજા બેઠેલો હતો. તેણે બધું જ નાટક, જે હવેલીમાં ભજવાયું હતું, તે જોયું હતું. રાજાએ વિચાર્યું : “મારા નગરમાં નિર્દોષ મુનિની સતામણી ન થવી જોઈએ.” રાજા રાજમાર્ગ પર આવ્યો. લોકોને સાચી વાત જણાવી. લોકોએ મુનિરાજની પ્રશંસા કરવા માંડી. રાજાએ પેલી શેઠાણીને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકી. એનાં હાટ-હવેલી રાજાએ લઈ લીધાં. 0 0 0 મદનબ્રહ્મ મુનિ હવે ઝાંઝરીયા મુનિ તરીકે ઓળખાવા લાગ્યા For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy