SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૮૭. ગૂંથી. ગોશીર્ષ ચંદનથી શરીર પર વિલેપન કર્યું. દિવ્ય રત્નોનાં સુંદર આભૂષણો પહેર્યા. અંતઃપુરની શ્રેષ્ઠ રાણીઓના સમૂહ સાથે તેઓ રત્નના અરીસાભવનમાં ગયા. અરીસાભવનમાં શરીર-પ્રમાણ મોટાં દર્પણ ગોઠવાયેલાં હતાં. એ દર્પણ સ્ફટિકરત્ન જેવાં ઉજ્વલ કે જેમાં માણસ સર્વાગીણ રીતે પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. ભરતેશ્વર એ વિશાળ દર્પણની સામે જઈને ઊભા. ત્યાં તેમની એક આંગળીમાંથી વીંટી જમીન પર પડી ગઈ. પણ તરત ભરતેશ્વરને ખબર ન પડી. પરંતુ ક્રમશઃ તેઓ શરીરનો શણગાર જોતા ગયા ત્યાં વીંટી વિનાની આંગળી જોઈ. આંગળી શોભારહિત લાગી. “અરે, આ આંગળી આવી શોભા વિનાની બેડોળ કેમ લાગે છે?” ત્યાં જમીન પર પડેલી વીંટી જોઈ.” ત્યાં એક નવો શભ વિચાર મનમાં ઊગ્યો : “શું આ શરીરનાં બધાં અંગઉપાંગો આ આભૂષણ વિનાનાં હોય તો આવાં શ્રીહીન લાગે? તો મારે એ રીતે શરીરને આભૂષણરહિત કરીને જોવું જોઈએ. આ દર્પણ મને, ખરેખર હું કેવો છું, એ બતાવશે.' ભરતેશ્વરે મસ્તક પરથી માણિક્યનો મુગટ ઉતાર્યો. અંતેપુરની રાણીઓ બોલી ઊઠી : “પ્રાણનાથ, મુગટ ન ઉતારો, મુગટ વિના માથું સારું નથી લાગતું.” પણ સાંભળે કોણ? ભરતેશ્વરે કાન પરથી માણેકનાં કુંડલ ઉતારી લીધાં. રાણીઓ બોલી : “હે નાથ, ચંદ્ર અને સૂર્ય વિનાની પૂર્વ-પશ્ચિમ દિશા જેવા આપના કાન દેખાય છે.” મહારાજાએ ગળા ઉપર લાગેલા સ્વર્ણમય આભૂષણને ઉતારી નાખ્યું. રાણીઓ બોલી : “મહારાજા, આપની ગ્રીવા તારા વિનાના આકાશ જેવી શુન્ય લાગે છે.” મહારાજાએ બે હાથ પરના મૂલ્યવાન બાજુબંધ કાઢી નાખ્યા. રાણીઓ બોલી : ‘પ અને લતા વિનાના સાલવૃક્ષ જેવા બે હાથ થઈ ગયા. ‘હાથના મણિબંધ ઉપર રહેલાં મણિમઢેલાં સોનાનાં કડાં કાઢી નાંખ્યાં. રાણીઓ બોલી : “આ હાથ તો આમલસારા વિનાના પ્રાસાદ જેવા ઠુંઠા લાગે છે.' પછી ભરતેશ્વરે બધી જ આંગળીઓ ઉપરથી મુદ્રિકાઓ ઉતારી નાંખી. રાણીઓ બોલી : “આ તો મણિ વિનાની સર્પની ફણા જેવી આંગળીઓ લાગે છે.” શરીર પરથી બધાં જ આભૂષણો ઊતરી ગયાં. પાંદડાં વિનાના, પુષ્પ વિનાના વૃક્ષ જેવું શરીર બની ગયું. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy