SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૮ आत्मवत् सर्वभूतेषु કરી એ જીવોને મિચ્છામિ દુક્કડં આપવાનું છે. આ રીતે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવો સાથે એકત્વનો લય સધાય છે. દરેક વિશુદ્ધ આત્મદ્રવ્ય સ્વરૂપની અપેક્ષાએ એક જ છે. આ એકત્વનું અસ્તિત્વ મનુષ્ય સાધી લે તો સકલ જીવસૃષ્ટિ સાથે લયસાધના શરૂ થઈ જાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ જ રીતે, મિત્તિ મે સબ્વે નીર્વસુ' -‘સર્વે જીવો મારા મિત્ર છે,' આ વાત પણ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આપણી ચેતનાને જોડી દે છે... મિત્રતાના દોરામાં પરોવાઈ જાય છે સર્વે જીવો! આપણા વ્યક્તિત્વ ઉપર અસ્તિત્વનું પ્રભુત્વ સ્થપાઈ જાય તે લયની સિદ્ધિ છે. ‘સપ્લે નીવા ન દંતવ્યા' - મારે કોઈ જીવનું હનન કરવું નથી, કેમકે ‘મિત્તિ મે સવ્વ મૂત્તું' - બધા જીવો મારા મિત્ર છે! છતાં ભૂલ થાય તો ‘મિચ્છામિ દુš’ - મારું દુષ્કૃત મિથ્યા થાઓ... અને એ જીવો મને ‘સવ્વુ ઝીવા સ્વતંતુ મે' - ક્ષમા આપો! હું સર્વે જીવોની ક્ષમા માંગું છું! સર્વે જીવોને મિત્ર માન્યા પછી, એમની પાસે ક્ષમા માગવામાં સંકોચ ન રહે. એ જીવો ક્ષમા આપવામાં ઉદાર જ હોય! મિત્રો પ્રત્યે તો ઉદાર વલણ જ હો! આત્મજ્ઞાનીમાં જીવો પ્રત્યે આ રીતે સમત્વ પ્રગટે. સમત્વયુક્ત આત્મજ્ઞાની આત્માનુભવરૂપ લય-વિલય અને પ્રલય પામવા યોગ્ય અને અધિકારી બને છે. કુશળ રહે. તા. ૧૨-૫-૯૮ ધ્યુમ્નસૂરિ ///\/\ For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy