SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra લય-વિલય-પ્રલય ૧૪૭ આપણામાં પડેલી શક્યતાઓનો કોઈ પાર નથી. અને એ શક્યતાઓ વ્યક્ત કરતા ચાર અર્થગર્ભ શબ્દો છે : કવિ, મનીષી, પરિભૂઃ અને સ્વયંભૂ. જ્યારે અહીં ‘સ્થિતપ્રજ્ઞતા'ની વાત આવી છે, ત્યારે એ સ્થિતપ્રજ્ઞતા કેવી હોય તેનો વિચાર પણ સાથે સાથે કરી લઈએ. બધા દુન્યવી વ્યવહારોમાં ભાગ લેતો હોવા છતાં જેનામાં આકાશ જેટલી નિર્લેપતા હોય, - સુખ હોય કે દુ:ખ, જેના મનની સ્થિતિ બદલાતી નથી. જે પોતાનામાં સતત જાગે છે, અને એનું ડહાપણ વસ્તુઓના વળગણથી મુક્ત હોય, - જેની બુદ્ધિ ‘અકર્તૃત્વભાવ’થી રસાયેલી હોય. - જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા અને લોકોથી જે ઉદ્વેગ નથી પામતા. - ચિત્તની બધી ઇચ્છાઓ નષ્ટ થાય અને આત્મભાવમાં સંતુષ્ટ થાય. - ‘મારું’ ‘તારું’ ‘તેનું’ આવા ભેદભાવથી પર હોય, - જે પોતાના બ્રહ્મસ્વરૂપમાં લયલીન હોય. આવા જીવનમુક્ત આત્માઓ નિર્મમત્વભાવથી મુક્તિ પામે છે. સાપની કાંચળી નિર્જીવપણે સાપના દરમાં પડી રહે છે, એને દર પ્રત્યે કોઈ મોહ જાગતો નથી. એ જ રીતે બ્રહ્મમગ્ન મુનિઓને પોતાના શરીર પ્રત્યે કોઈ મોહભાવ રહેતો નથી. - www.kobatirth.org આ જ વિષયમાં, વરાહ ઉપનિષદના ચોથા અધ્યાયમાં ઋભુ નામના ઋષિએ જીવનમુક્ત આત્માની સાત ભૂમિકાઓ બતાવી છે : ભૂમિકાઓ નીચે મુજબ છે. પ્રથમ ભૂમિકા બીજી ભૂમિકા ત્રીજી ભૂમિકા ચોથી ભૂમિકા - પાંચમી ભૂમિકા - છઠ્ઠી ભૂમિકા - : Acharya Shri Kailassagarsuri Gyanmandir : : : શુભેચ્છા (સારી ઇચ્છાઓનો ઉદય) વિચારણા (જીવનશોધન) તનુમાનસી (મનની સૂક્ષ્મતાનો પરિચય) : સત્ત્વાપત્તિ (સત્ત્વની પ્રાપ્તિ) :. અસંસક્તિ (અસંગ, અનાસક્તિ) પદાર્થભાવના (ભૌતિક પદાર્થોનું વિશ્લેષણ) For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy