SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૪૫ તમે પણ ગ્રીક તત્ત્વજ્ઞાનના રવાડે ચઢી ગયા?' આઇનસ્ટાઇને કહ્યું : “મને લાગે છે કે મારાં ઘણાં વર્ષો ‘કડ' (ત)ના બદલે “કદ' (પદાર્થ) પાછળ વીતી ગયાં!' આજે દુનિયામાં એવા અનેક ટોચના વૈજ્ઞાનિકો છે કે જેઓ પોતાના ક્ષેત્રની ઊંડી ગવેષણાને અંતે લગભગ ભક્તની માફક ભીના બનીને સૃષ્ટિમાં રહેલી પરમ રહસ્યમય એક્તાના અણસારા પામી રહ્યા છે. આ તો એક પ્રાસંગિક વાત કહી, આ કોઈ બ્રહ્મદશાપ્રાપ્ત મનીષીની વાત નથી... આ માત્ર “વિદુર” અને “ભિદુર ની વાત છે. હવે બ્રહ્મદશાપ્રાપ્ત સાધકનું ત્રીજું લક્ષણ છે “પરિમૂE' – એની થોડી વિચારણા કરી લઈએ. શરીર બ્રહ્મનું કેદખાનું મટીને એની ચેતના જ્યોતનો દીવો બની રહે છે. અંધારું ગમે તેટલું હોય, દીવાની જ્યોત એનો સ્વીકાર કરતી નથી. દીવો જ્યોતનું કેદખાનું નથી બનતો પરંતુ જ્યોતનું નિમિત્ત બને છે. જ્યોત (આત્મજ્યોત) સ્વભાવે જ પરિભૂ: છે. સર્વદેશીય છે. આવો સાધક “નાગડું ન મન’ હું ન રહે, મારું ન રહે, ત્યારે રિમૂર બને છે. “હું” અને “મારું” કાયમ રહે તેને પરિપૂર અવસ્થા પ્રાપ્ત નથી થતી. રમૂદ નો બીજો અર્થ જૈનદર્શનની અનેકાન્ત દૃષ્ટિથી કરી શકાય. સત્યના આયામો અનેક છે. એટલે એની ગવેષણા અપેક્ષાઓની દૃષ્ટિથી કરવી પડે. સાધકનું એકાંગી દર્શન કામ ન લાગે. પરબ્રહ્મને, પરમસત્યને ચારે કોરથી અવલોકવા અનેકાષ્ટિ જોઈએ અને પરિમૂઃ એટલે ચારે કોર (પરિઇસમન્તાત્) વ્યાપવાનું છે. સંકુચિત સ્વાર્થ, મોહ, અને મનની મર્યાદાઓમાં અટવાતા ધૃતરાષ્ટ્ર અને અમર્યાદ પ્રેમ, કરુણા અને સ્થિતપ્રજ્ઞતાસમાં શ્રીકૃષ્ણ આ બે વચ્ચે આપણે પસંદગી કરવાની છે. ઋષિ આપણને કહે છે, કરુણાપૂર્વક જગાડીને કહે છે : તારે આજે નહીં તો કાલે બ્રહ્મદશાની ચાર દશા પામવાની છે. હવે ચોથા લક્ષણ “સ્વયંભૂની વિચારણા કરીએ. “સ્વયંભૂનો સાદો સીધો અર્થ થાય “આપમેળે ઉત્પન્ન થનાર.' પરંતુ આ જ અર્થના તાત્પર્યને સમજવા પ્રયત્ન કરીએ. સ્વયંભૂ એટલે સાધકની ભીતર પ્રગટતો બોધ, સહજ બોધ. આ અન્તર્બોધ એક અનુભૂતિ છે. આ અનુભૂતિ મનની પરમ વિશુદ્ધ અવસ્થામાં ઘટતી અનુભૂતિ છે. બુદ્ધિથી પર હોય છે આ અનુભૂતિ. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy