SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ લય-વિલય-પ્રલય - બે મહિનાનું અનશન કર્યું. - સમાધિમૃત્યુ પામ્યા. - પહેલા દેવલોકમાં દેવ-પર્યાયે ઉત્પન્ન થયા. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું : “હે ભગવનું, દેવલોકમાંથી ચ્યવીને આનંદ શ્રાવક ક્યાં જન્મ લેશે? ભગવાને કહ્યું : “એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, એ જ ભવમાં મોક્ષ પામશે.” ૦ ૦ ૦ ચેતન, આનંદ શ્રાવકની એકાંત-આરાધનામાં તને મહત્ત્વપૂર્ણ વાતો કઈ સમજાણી? ત્રણ વાતો મહત્ત્વની બની હતી. - અધ્યવસાયો શુભ-શુદ્ધ બન્યા હતા. - મનઃપરિણામ શુભ-શુદ્ધ બન્યાં હતાં. - લેક્ષાઓ શુદ્ધ બની હતી. ધ્યાનની આ મહત્ત્વપૂર્ણ ફળશ્રુતિ છે. આવી ફળશ્રુતિ પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાન'ની ચાર અનુપ્રેક્ષાઓ ખૂબ ઉપયોગી બને. એ ચાર અનુપ્રેક્ષાઓ આ પ્રમાણે છે : ૧. અનિત્ય ભાવનાનું ચિંતન, ૨. અશરણ ભાવનાનું ચિંતન, ૩. એકત્વ ભાવનાનું ચિંતન, ૪. સંસારભાવનાનું ચિંતન. આ ચાર ભાવનાઓને વારંવાર ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વલ રહે છે ને આત્મસાતું બની જાય છે. ધર્મધ્યાન'ની મુખ્ય ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે : ૧. આજ્ઞા-વિચય : “આપ્તપુરુષનું વચન જ પ્રવચન છે.' આ આજ્ઞા છે. આ આજ્ઞાનો અર્થનો નિર્ણય કરવો, તેને “વિચય' કહેવાય છે. ૨. અપાય-વિચય : મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસાદિ ગારવામાં, ક્રોધાદિ કષાયોમાં, પરિષહાદિ નહીં સહવામાં.. આત્માને જે નુકસાન થાય છે, તેનું ચિંતન કરી, દઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવો. ૩. વિપાક-વિચય : અશુભ અને શુભ કર્મોના વિપાક-પરિણામનું ચિંતન કરી, ‘પાપથી દુઃખ અને પુણ્યથી સુખ.” આવો નિર્ણય હૃદયસ્થ કરવો. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy