SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ ધ્યાતાનાં ૧૦ લક્ષણો ભંગ કરનારી ડાકણો છે, પરમાત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં આ ડાકણો જ અવરોધ પેદા કરે છે. પરમાત્માના અનંતગુણોમાં અંતરાત્માની એકાગ્રતા આવે એટલે “સમાધિ' પ્રાપ્ત થાય. આ સમાધિ જ ધ્યાનનું ફળ છે. માટે સર્વપ્રથમ સાધકે અંતરાત્મા બનવાનું છે. પછી ઇચ્છાઓનો ક્ષય કરવાનો છે. પછી પરમાત્માનું ધ્યાન કરીએ, ત્યારે સ્ફટિક રત્ન જેવા વિશુદ્ધ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે. એ ક્ષણો કેવી રોમહર્ષક હોય! આત્મા ક્ષણ-બે ક્ષણ માની લે કે “હું પરમાત્મા છું... મહં બ્રહ્મારિન!' ધ્યાતા “અંતરાત્મા’ જોઈએ. એ અંતરાત્માની ૧૦ વિશેષતાઓ “જ્ઞાનસારમાં બતાવવામાં આવી છે. जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः । सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ।।२३८ ।। रूद्ध बाह्यमनोवृत्तेर्धारणा धारयारयात्। प्रसन्नस्याप्रमत्तस्य चिदानंदसुधालिहः ।।२३९ ।। साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः। ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ।।२४०।। ધ્યાન કરનાર ધ્યાતા મહાપુરુષની લક્ષણસંહિતા આ ત્રણ શ્લોકોમાં બતાવાઈ છે. ચાલો, આપણે એક-એક લક્ષણને સારી રીતે સમજીએ. ૧. જિતેન્દ્રિા : ધ્યાતા પુરુષ જિતેન્દ્રિય જોઈએ. ઇન્દ્રિયોનો વિજેતા. કોઈ ઇન્દ્રિયની એને આધીનતા ન હોય. કોઈ ઇન્દ્રિય એને સતાવી ન શકે. ઇન્દ્રિયો ધ્યાતા પુરુષની આજ્ઞામાં રહે. ઇન્દ્રિયપરવશતાની કોઈ દીનતા એને ન સ્પર્શ, ઇન્દ્રિયોની ચંચળતામાંથી જન્મતા રાગ-દ્વેષ એને ન હોય. આવો જિતેન્દ્રિય મહાત્મા ધ્યાનથી ધ્યેયમાં લીન થાય. ૨. ધીર : સત્ત્વશીલ મહાપુરુષ જ ધ્યાનની તીક્ષ્ણ ધાર પર ચાલી શકે. ધ્યાનાવસ્થામાં દીર્ધકાળ પર્યત સત્ત્વશાળી જ ટકી શકે. આંતર-બાહ્ય ઉપદ્રવોની સામે સાત્ત્વિક પુરુષ જ ટકી શકે. મુનિ બની ગયેલા શ્રીરામને ધ્યાનભ્રષ્ટ કરવા સીતેન્દ્ર કેવા ઉપદ્રવ કર્યા હતા? પરંતુ શ્રીરામ મુનિવર સત્ત્વશીલ હતા, તેઓ ધ્યાનદશામાં જરાય વિચલિત ન થયા. સત્ત્વ હતું, ધીરતા હતી. ઇન્દ્રિયોનો કોઈ પણ સુંદર વિષય આકર્ષી ન શકે, એનું નામ સત્ત્વ. કોઈ For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy