SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તમારે હમણાં જમવાનું નથી' ‘પણ કારણ કાંઈ?” એક કારણ છે ‘શું ?' મારા ખેતરમાં એક એક ચાસ ખેડી દો’ ‘જમવાની રજા તમે પછી જ આપશો?' શું કરે એ પાંચસો ખેડૂતો? એમના શરીરમાં કોઈ હોંશ નહોતા છતાં પારાસરના આગ્રહના કારણે પરાણે પણ તેઓ પારાસરના ખેતરમાં ચાસ પાડવા તૈયાર થઈ ગયા. તેઓએ ચાસ પાડી પણ દીધો અને પછી તેઓ જમવા ભેગા થયા. પાંચસો ખેડૂતો અને બળદોને ભોજનમાં અંતરાય કરવાની પારાસરે કરેલી એ ભૂલે એને જે અશુભકર્મનો બંધ કરાવ્યો એ કર્મ ઉદયમાં આવીને ઢંઢણ અણગારને અત્યારે અલાભ પરિષહનો શિકાર બનાવી રહ્યું છે. ઢંઢણ અણગાર, પ્રભુ નેમનાથનું શરણ સ્વીકારીને તમે તો પ્રચંડ સત્ત્વ ફોરવીને કેવળજ્ઞાન પણ પામી ચૂક્યા છો અને તમારું સિદ્ધિગતિ ગમન નક્કી પણ કરી દીધું છે. અનંત વંદન છે અમારા તમને ! ઢંઢણ અણગાર ! પૂર્વના ભવમાં તમે તમારા હાથ નીચે કામ કરી રહેલ ખેડૂતોને જમવાના સમયે ખેતર ખેડવાની આજ્ઞા કરી તો દીધી પણ એ આજ્ઞાએ તમને ઘોર અંતરાયકર્મનો બંધ કરાવી દીધો ! પ્રભુ, અમારા જીવનની કથા એક જ વાક્યમાં કરવી હોય તો આ રહ્યું એ વાક્ય “અમે સહુને આડા આવ્યા જ કરીએ છીએ.” ઢંઢણ અણગારે તો તમને પામીને કર્મોને આડા પાડી દીધા છે પણ અમારી હાલત કર્મસત્તા શી કરશે? એક વિનંતિ કરું? અમારી દુબુદ્ધિની આડે તમે આવી જાઓ. એ સિવાય અમારું બચવું અસંભવિત જ છે. ૪૭
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy