SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઢંઢણ અણગાર ! આ એ ઢંઢણ અણગાર છે કે જેમણે પ્રબળ વૈરાગ્યથી સંયમજીવન અંગીકાર તો કર્યું જ છે પરંતુ એમણે અભિગ્રહ પણ લીધો છે કે જ્યારે હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ હું પારણું કરીશ અન્યથા પારણું નહીં કરું. વળી બીજા મુનિઓએ લાવેલો આહાર પણ હું વાપરીશ નહીં. હા. આવો અભિગ્રહ એમણે એટલા માટે લીધો છે કે ભિક્ષાને માટે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં એમને શુદ્ધ ભિક્ષા મળતી જ નથી. અલબત્ત, અભિગ્રહ લીધા પછી ય આજે એમની સ્થિતિ પૂર્વવતુ જ છે. રોજ ગોચરી જાય છે અને ગોચરી વિના જ પાછા આવે છે. પણ એમનામાં કૈલાસ પર્વત કરતાં પણ અનંતગણું ધૈર્ય છે. કેમકે તેમને ભિક્ષા મળતી નથી તો પણ તે ઉદ્વેગ પામતા નથી તેમજ બીજાઓની નિંદા પણ કરતા નથી પરંતુ દીનતા ધારણ કર્યા વિના જ હંમેશાં અલાભપરિષદને સહન કરે છે અને સર્વપ્રકારે પુદ્ગલથી ઉત્પન્ન થયેલા અને અનેક જીવની હિંસાદિ વડે નીપજેલા આહારના દોષોનું ચિંતન કરીને અણાહારીના ગુણોની પ્રશંસા કરતા કરતા ચિક્કાર સકામ નિર્જરા કરી રહ્યા છે.” ઢંઢણ અણગાર, તમારી આ પ્રશંસા અન્ય કોઈએ કરી નથી, પ્રભુ નેમનાથે પોતે સમવસરણમાં બાર પર્ષદા વચ્ચે કરી છે. અરે, એક વખત તમારા સંસારીપણે પિતા કૃષ્ણ મહારાજાએ ખુદે પ્રભુને સમવસરણમાં પૂછ્યું છે કે હે ભગવંત! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા આપના અઢાર હજાર મુનિઓમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કોણ છે ?' પ્રભુએ જવાબ આપ્યો છે કે “હે કૃષ્ણ ! બધા જ સાધુઓ દુષ્કર ક્રિયા, ગુણરત્ન સંવત્સરાદિ તપ, જિનકલ્પની તુલના અને બાવીશ પરિસહોનું સહન કરવું ઇત્યાદિ સ્કૂલના પામ્યા વિના કરે છે તો પણ તે સર્વેમાં માયારૂપી પૃથ્વીને વિદારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢંઢણર્ષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે. તે અદીન મન વડે છ માસથી અલાભ પરિસરને સહન કરી રહ્યો છે.' પ્રભુના મુખે થયેલ તમારી આ પ્રશંસા સાંભળીને સહુ સાધુઓ આનંદિત તો થઈ જ ગયા છે પણ સહુનાં મનમાં એક જિનાજ્ઞા પણ ઉત્પન્ન થઈ ગઈ છે કે તમે એવું તે કયું કર્મ બાંધીને આવ્યા છો કે જેના કારણે તમને શ્રાવકોનાં ઘરોમાં પણ ભિક્ષા મળતી નથી? મનમાં ઉત્પન્ન થયેલી આ જિજ્ઞાસાને તેઓએ પ્રભુ પાસે વ્યક્ત કરી છે અને પ્રભુએ એ જિજ્ઞાસાનો જવાબ આપતાં ફરમાવ્યું છે કે - ધાન્યપુર નામના ગામમાં પારાસર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. રાજાનો એ માનીતો હતો અને એટલે રાજાએ એને અધિકારી બનાવીને એના હાથમાં પાંચસો ખેતરનો અધિકાર આપ્યો હતો. એક દિવસ, ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોને માટે એમના ઘરેથી ભોજન આવી ગયું હતું તો બળદો માટે ઘાસ પણ આવી ગયું હતું. ખેડૂતો અને બળદો, બધા ભૂખ્યા પણ થયા હતા પણ તે પારાસરે પાંચસો ખેડૂતોને જમવાની રજા ન આપી. ‘પણ અમને ભૂખ ખૂબ લાગી છે’ ૪૬
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy