SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નથી તમે પાલકની આ આજ્ઞા સામે બળવો કર્યો કે નથી તમારા ૫OOશિષ્યોમાંથી એક પણ શિષ્ય આ આજ્ઞા સામે હરફ ઉચ્ચાર્યો. એક પછી એક શિષ્યો ઘાણીમાં કૂદી રહ્યા છે. એ સહુને તમે અદ્ભુત નિર્ધામણા કરાવા દ્વારા ઉપશમભાવમાં ઝીલતા કરી દઈને પરમગતિ તરફ પ્રસ્થાન કરાવી રહ્યા છો પણ સૌથી છેલ્લે રહેલા એક બાળમુનિને જોઈને તમે પાલકને વિનંતિ કરી છે, ‘આ બાળમુનિને ઘાણીમાં નાખતા પહેલાં મને ઘાણીમાં કૂદી જવા દે' તમારી આ વિનંતિને ઠુકરાવી દઈને પાલકે એ બાળ મુનિને જ પહેલાં ઘાણીમાં નાખી દીધા છે અને પછી તમને ! પાલકના આ અત્યાચારને નિહાળીને અત્યંત આવેશમાં આવી ગયેલા તમે ઉપશમભાવ ગુમાવી બેઠા છો અને “જનમનજનમ આ પાલકને મારનારો થાઉં' એવું નિયાણું કરીને અસુર નિકાયમાં રવાના થઈ ગયા છો. સહુને કેવળજ્ઞાન પમાડી મોક્ષમાં મોકલી દેવામાં સફળ બનેલા તમે ખુદ સંસારમાં રહી ગયા છો. [E સ્કંદકસૂરિ મહારાજ ! બાળમુનિને ઘાણીમાં નાખતા પહેલાં તમે પાલકને એ સમજાવવાની મહેનત કરી રહ્યા છો કે તું ઘાણીમાં પહેલાં મને કૂદી જવા દે’ પણ તમારી વિનંતિ પાલકે ઠુકરાવી જ દીધી. પ્રભુ, આવેશની નબળી પળમાં થઈ જતો ગલત નિર્ણય જો આત્માની વરસોની આરાધનાને પણ મૂલ્યહીન બનાવી દેતો હોય તો સતત આવેશગ્રસ્ત જ બની રહેતા ચિત્તવાળા મારી તો હાલત જ શી થશે? મને તું ઉપશમભાવનું પુષ્પ ન આપે તો કાંઈ નહીં, આવેશગ્રસ્ત ચિત્તના કંટકથી તો તું મારા હાથને મુક્ત બનાવી જ દે! ૨૭
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy