SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પરગજુ આચાર્ય સ્કંદસૂરિ મહારાજ ! શ્રાવસ્તીના રાજા જિતશત્રુના પુત્ર તમે. નામ તમારું સ્કંધકકુમાર. તમારી બહેનું નામ પુરંદરયશા. તમારા બનેવીનું નામ દંડિકરાજા. એનો મંત્રી કે જેનું નામ પાલક છે એ એક વાર શ્રાવસ્તીની રાજસભામાં આવી ચડ્યો છે અને ધર્મગોષ્ઠિ દરમ્યાન નાસ્તિક મતની સ્થાપના કરીને જિનમતની મશ્કરી કરી રહ્યો છે. તમારાથી એ સહન ન થતાં અકાઢ્ય દલીલો દ્વારા તમે એની બોલતી બંધ તો કરી દીધી છે પણ તમારા દ્વારા થયેલ આ પરાભવ એને ભારે અકળાવી ગયો છે. મનમાં તમારા પ્રત્યે ગાંઠ બાંધીને એ સ્વગૃહે પાછો ફર્યો છે. આ બાજુ પરમાત્મા મુનિસુવ્રતસ્વામીની દેશના સાંભળી છે તમે અને વૈરાગ્ય વાસિત બનીને ૫00 પુરુષો સાથે તમે ચરિત્ર જીવન અંગીકાર કરી લીધું છે. જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમાં લીન બનીને સતત ઉત્સાહપૂર્વક આરાધના કરી રહેલા તમને ગીતાર્થ જાણીને પ્રભુએ આચાર્યપદે સ્થાપિત કર્યા છે. એક દિવસ તમે પ્રભુને પૂછયું છે. આપ રજા આપો તો બહેન વગેરેને પ્રતિબોધ કરવા એના નગર કુંભકારકટકમાં જવા હું ઇચ્છું છું.” ‘તમને ત્યાં મરણાંત ઉપસર્ગ થશે” ‘હું આરાધક થઈશ કે નહીં?' ‘તમને છોડીને બાકીના સહુ આરાધકો થશે” મારા નિમિત્તે સહુ જો આરાધક થવાના છે તો એનો લાભ મને પણ જેવો તેવો તો નથી જ ને?' આ વિચાર સાથે તમે કુંભકારક તરફ પ્રસ્થાન કર્યું છે. આ બાજુ ત્યાંના મંત્રી પાલકને કાને આ સમાચાર પહોંચ્યા છે અને એનું અંતર ‘વેરનો બદલો લેવાની તક મળી રહ્યા” ના ખ્યાલે હરખાઈ ગયું છે. તમારા આગમનપૂર્વે જ એણે તમારી જે સ્થાન પર સ્થિરતા થવાની છે ત્યાંની જમીનમાં અનેક પ્રકારનાં ઘાતક શસ્ત્રો દટાવી દીધા છે. તમને તો આની જાણ જ ક્યાંથી હોય? તમે એ સ્થાને રહીને વૈરાગ્યસભર દેશના આપીને રાજા વગેરે સહુને શુભભાવોમાં ઝીલતા તો કરી દીધા છે પણ તમારા પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને પાલકે રાજાને એકાંતમાં વાત કરી છે. ‘રાજનું, આ સ્કંદાચાર્યનો ભરોસો કરવા જેવો નથી' સંયમજીવનના આચારથી ભ્રષ્ટ થયેલા એ તમને રાજ્યભ્રષ્ટ કરવા પોતાના સહસ્રોધી માણસો સાથે અત્રે આવી ચડ્યા છે. મારા વચનમાં શંકા પડતી હોય જો આપને તો એક વાર આપ ખુદ એમના સ્થાનમાં જઈને તપાસ કરાવી લો.” - કોકને કોક બહાના હેઠળ એણે તમને, તમારા સમસ્ત પરિવાર સાથે અન્ય સ્થળે મોકલી આપ્યા છે અને આ બાજુ રાજાએ પોતાના માણસોને તમારા સ્થાને મોકલીને તપાસ કરાવી છે. જમીન ખોદતાં એમને શસ્ત્રો જોવા મળ્યા છે. એની જાણ એમણે રાજાને કરીને સ્તબ્ધ કરી દીધો છે. રાજાએ પાલકને બોલાવીને એટલું જ કહી દીધું છે કે, ‘આ સ્કંદકાચાર્ય વગેરેને તારે જે સજા કરવી હોય એ કરી દે.’ અને પાલકે માણસોને પીલી નાખે એવી એક ઘાણી તૈયાર કરાવી છે અને તમારી પાસે આવીને એણે કહી દીધું છે કે “તમારે સહુએ આ ઘાણીમાં કૂદી પડવાનું છે?” ૨૬
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy