SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવી દેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે કે એવા નિમિત્તોનું અને એવાં સ્થાનોનું આપણે વારંવાર સેવન કરતા જ રહીએ કે જે નિમિત્તો અને સ્થાનો આપણી કોમળતાને, આપણી ગદ્ગદતાને, આપણી સંવેદનશીલતાને બહાર લાવવામાં સહાયક બનીને જ રહેતા હોય. ભારે ખેદ સાથે કહેવું પડે છે કે આજના કાળે કઠોરતાને, કતજ્ઞતાને અને ક્લિષ્ટતાને બહેકાવે એવાં નિમિત્તોની અને સ્થાનોની હારમાળા સર્જી દીધી છે. ગૅરબજારે તમને કઠોર બનાવી દીધા છે, ઠેરઠેર ખુલી ગયેલા વૃદ્ધાશ્રમોએ તમને મૃતદન બની જવા તૈયાર કરી દીધા છે તો મીડિયાનાં તમામ માધ્યમોએ તમને સંક્લેશગ્રસ્ત રાખવાની જાણે કે હરીફાઈ આદરી દીધી છે. સભા : સૅરબજાર અંગે આપનું મન્તવ્ય? તમે મને પૂછો છો ? Share નો અર્થ તો તમને ખબર છે ને ? ભાગીદારી. જે કંપનીના ‘શૈર’ તમારી પાસે છે એ કંપની જે પણ પાપો કરી રહી છે એ તમામ પાપોમાં તમારી ભાગીદારી એનું નામ છે શેરબજાર. તમારા અમર્યાદિત લોભને બહેકાવવા તમે આજે ભલે ગૅરબજારમાં ઘૂસી ગયા હો પણ પ્રભુ વચનોથી હું જે કાંઈ સમજ્યો છું એના આધારે તમને સ્પષ્ટરૂપે કહું છું કે આ બજારમાં જવાથી બંધાયેલ એશુભકર્મો જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે લોહીના આંસુ પાડશો તો ય તમારી સમાધિ કવી અસંભવિતપ્રાયઃ બની જશે. એક વાતનો તમને ખ્યાલ છે ખરો ? જીભથી થતું નિંદાનું પાપ, જીભને અસર કરતું હોય છે. આંખોની વિકારી નજરથી બંધાતાં અશુભ કર્મો, આંખો પર આક્રમણ કરતા હોય છે. કાનથી રસપૂર્વક સંભળાતા અવર્ણવાદ કાનને માટે ખતરનાક પુરવાર થતા હોય છે, મન દ્વારા ચાલતી અશુભવિચારોની હારમાળા, મનને માટે ઘાતક પુરવાર થતી હોય છે પણ જે પ્રવૃત્તિમાં જીવોની હિંસા થતી હોય છે એનાથી જે અશુભ કર્મો બંધાતા રહે છે એ કર્મો તો ઉદયમાં આવે છે ત્યારે તો શરીરના પ્રત્યેક અંગોપાંગોને ક્ષતવિક્ષત કરી નાખે છે. માત્ર માથું દુ:ખે છે અને પ્રભુનાં દર્શનમાં મન લાગતું નથી. માત્ર પેટમાં દર્દ અનુભવાય છે અને પ્રવચનમાં મજા આવતી નથી. પથરીનો મામૂલી દુ:ખાવો થાય છે અને આંખોમાંથી આંસુ વહેવાના ચાલુ થઈ જાય છે. આંખમાંથી પાણી નીકળવા લાગે છે અને મન બેચેન બેચેન બની જાય છે. જવાબ આપો, હિંસાજન્ય કર્મો ઉદયમાં આવીને જ્યારે આખા શરીરને અશાતાનું શિકાર બનાવી દેશે ત્યારે સમાધિ ટકાવી શકશો શી રીતે ? સભા : હિંસા ન થતી હોય એ કંપનીના શેર લઈએ તો? એ કંપનીના શેંરની બજારમાં કોઈ કિંમત જ નહીં હોય તો? અને મુખ્ય વાતતો એ છે કે તમને ખબર જ ક્યાં છે કે કઈ કંપનીમાં હિંસા નથી ? સાચું કહું તો પ્રાયઃ દરેક કંપનીઓ ઘોર હિંસા પર જ ચાલી રહી છે. તમારી આંખો સામે તમને હિંસા ભલે ન દેખાતી હોય પણ એટલા માત્રથી એ કંપનીના શૈરો ખરીદ્યા પછી એ કંપનીમાં થઈ રહેલ હિંસાની ભાગીદારીથી તમે બચી શકતા નથી જ, કરુણતા કેવી છે? પાંચ તિથિ તમે લીલોતરીનો ત્યાગ કરી બેઠા છો. ગાડી નીચે કદાચ કોઈ ખિસકોલી ચગદાઈ જાય છે કે કૂતરો મરી જાય છે તો તમે રડતી આંખે એનું પ્રાયશ્ચિત લેવા તૈયાર થઈ જાઓ છો અને આ બાજુ ઘોર હિંસાઓ પર જ ચાલતી કંપનીઓના શૈરા લઈને શ્રીમંત બની જવા તમે પાગલની જેમ ભાગી રહ્યા છો ! જવાબ આપો. શૈરબજારમાં તમે દાખલ થઈ ગયા છો એની વેદના તમે ક્યારેય અનુભવી છે ખરી ? એ બજારમાં દાખલ થઈ જવાના કરેલા પાપનું પ્રાયશ્ચિત લેવાનું તમને ક્યારેય મન થયું છે ખરું? કૂદેલી ઈન્ડેક્સે તમારા આનંદના સાગરમાં ભરતી લાવવાનું કામ નથી જ કર્યું એમ કહી શકવાની સ્થિતિમાં તમે છો ખરા? તૂટેલા ઈન્ડેક્સ તમને જાલિમ દુર્થાનના શિકાર નથી જ બનાવ્યા એ કહી શકવાની તમારી તૈયારી છે ખરી ? સભા : ગૅરબજારમાં ધરખમ કમાણી કરી લઈને સન્માર્ગે સારી એવી રકમ વાપરી દઈએ તો કેમ? શૅરબજારમાં પૈસા કમાઈ જ ગયા હો અને તમે સન્માર્ગે રકમનો સવ્યય કરવાનું ચાલુ કરી દીધું હોય કે દેવા તૈયાર થઈ ગયા હો તો એની હું ના નથી પાડતો પણ ગૅરબજારમાં જામી જઈને એક બાજુ પૈસા કમાતા રહેશું અને બીજી બાજુ એ કમાણીમાંથી કેટલીક રકમ સારા માર્ગે વાપરી દઈશું એ ખ્યાલ સાથે તમે ગૅરબજારમાં જ પડ્યપાથર્યા રહેવા માગતા હો તો પ્રભુના શાસનને એ ગણિત હરગિજ માન્ય નથી. સભા : આપે તો બહુ ભારે વાત કરી દીધી ! વાત ભારે નથી. તમારી લોભવૃત્તિ પર આક્રમણ થઈ રહ્યું છે એટલે તમને આ વાત ભારે લાગી રહી છે. ગૅરબજારમાં કરેલા સંપત્તિના તમારા રોકાણ અંગે એટલું જ કહીશ કે રબજારમાં આવેલ તેજીમાં તમને થઈ રહેલ પ્રકાશનાં દર્શન એ હકીકતમાં પ્રકાશ નથી પણ ભડકો છે, આ ભડકો તમારા જીવનની શાંતિને સળગાવી દેશે. મોત વખતની તમારી સમાધિને ખતરામાં મૂકી દેશે અને પરલોકની તમારી સદ્ગતિ પર ૫૪ ૫૫
SR No.008890
Book TitleAma Apne Kya
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy