SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૫ કરનાર ઝેર પાયેલા છરાની ગરજ સારે છે. ભોગરસ વધે તેનો મોક્ષરસ અને ત્યાગરસ અવશ્ય ઘટે. ભોગરસી માણસ હોટલને, સિનેમાને, કુલબોને કે ટી.વી. વગેરેને પસંદ કરે. તેને દેરાસર, ઉપાશ્રય, સાધુ ભગવંતો પંસદ ન જ પડે. વળી તેને ખાવું, પીવું, ભટકવું, ભોગવવું વગેરે જ અધર્મની ક્રિયાઓ ગમે પણ તેને સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ નહિ જ ગમે. ભોગને જ પોતાનું જીવન માનતો માણસ પરમાત્મામાં અને પરલોકમાં કદી માનશે નહિ, જો તે પરમાત્મા પ્રત્યે પ્રીતિ ધરાવતો હોત તો પરમાત્માએ જેની ના કહી છે તે કંદમૂળ-રાત્રિભોજનાદિ કરત નહિ; અથવા જો તે પરલોકની નારક વગેરે દુર્ગતિઓની ભીતિ ધરાવતો હોત તો ય તે ત્યાં લઈ જનાર કંદમૂળ-રાત્રિભોજનાદિનું સેવન તે કરત નહિ, પણ જે ભોગરસી છે તેને તો પ્રીતિ-ભીતિમાંથી એકે ય નથી. આથી જ તે કંદમૂળ-રાત્રિભોજનાદિનું નિઃશંકપણે, ભારે મજાથી સેવન કરશે જ. એટલું જ નહિ; પણ તેને ત્યાગની વાતો કરતો ધર્મ અને ધાર્મિકજનો કદી ગમશે નહિ. કોઈ પણ તક ઝડપી લઈને તે ધર્મને ધિક્કારવા લાગશે. એવા માણસની બાએ અઠ્ઠાઈનું તપ કરવાનો ધર્મ કર્યો હશે પણ કમનસીબે બા જો તેમાં ક્રોધ કરી બેસશે તો પેલો ભોગરસી માણસ તરત બોલશે, “તમારા કરતાં અમે હોટલમાં જનારા સારા છીએ. તમારામાં કેટલો ક્રોધ છે. ક્રોધ આવતો હોય તો ધર્મ ન કરવો સારો.” માખીને ઉડાવવા બેઠેલા નોકરે રાજાને જ ઉડાવી દેવા જેવી આ ચાલ છે. અત્યારે તો ધાર્મિકજનોનો જરાક કોઈ દોષ દેખાય એટલે તરત ધર્મ ઉપર તૂટી પડવાની, ભોગરસી બુદ્ધિજીવી વર્ગમાં ફેશન પડી છે. ચાર માણસો ભેગા થશે તો તેઓ ધર્મની વગોવણી કરીને જ રહેશે. આવા ભાગરસના તીવ્રકાળમાં જેવા તેવા પણ ક્રિયાત્મક ધર્મોની હેયતા બતાડવા જેવી નથી. ધર્મ હંમેશ બાહ્યાચારો ઉપર જ ટકે છે; પ્રસરે છે. ક્રિયાત્મક ધર્મ કરતો માણસ જ સદ્ગુરુ પાસે ઉપાશ્રયે આવશે. તેમ થશે તો તે મહાપુરુષનો સત્સંગ પામશે. એ સત્સંગથી તેને પોતાના ધર્મમાં રહેલી અવિધિ આદિ ક્ષતિઓની સમજ પડશે. એ સમજણથી તેનો ધર્મ એકદમ વ્યવસ્થિત-નેત્રદીપક બની જશે. પણ જેઓ ક્રિયાત્મક ધર્મ પણ કરતા નથી તેઓ તો આ ક્રમને પામી શકવાના જ નથી. પણ તેથી તેઓ સારા છે એમ તો કદી કહી શકાય નહિ. જે કપડાં પહેરશે તેને તેમાં જૂ પણ ક્યારેક પડશે. પણ તેથી નાગા રહેનારાને કદી જૂ પડતી નથી. માટે તે “સારો' થોડો કહી શકાય?
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy