SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૬૩ ગોરી-યુરોપીઅન પવિત્ર સ્ત્રીનું સંતાન કાળું મેંશ હબસી જેવું પેદા થયું. રાજા કર્ણદેવની પરસ્ત્રીગમનની કારમી કામવાસના સાથે રાણી મીનળદેવી સાથે સંબંધ કર્યો. તે વખતે જ ગર્ભ બંધાયો. એ જ ભાવિ સિદ્ધરાજ જયસિંહ! મહા-પરાક્રમી, પરંતુ જસમા ઓડણ અને રાણકદેવીના ઉપરની કામુકતાએ એના સુવર્ણાક્ષર ઈતિહાસની ચારે બાજુ કાળી કોર દોરી નાખી. કોનો વાંક? દીકરાનો કે બાપનો? લોહી, વીર્યમાં જ માબાપના સંસ્કારો ઊતરતા હોય છે એ વાતમાં ઔરંગઝેબને ભરપૂર વિશ્વાસ હતો. આથી જ જ્યારે આઠ વર્ષની એક છોકરીના બાપ હોવાનો બે માણસો-એક લહીયો, બીજો સેનિક-એ દાવો કર્યો ત્યારે એ દીકરી, લહીયાની છે એવો ફેંસલો તેણે આપ્યો હતો. બાદશાહે દીકરી પાસે તલવાર ઊંચકાવી; પણ તેને તે બહાદુરી ન આવડી. પછી કાળી શાહીની બાટલીઓ ભરવા કહ્યું તો તે કામ તે નાનકડી છોકરીએ ભારે કોશલપૂર્વક અને સહજતાથી કર્યું. (આ દૃષ્ટાંત પહેલાં આવી ગયું છે.) આ જ કારણે આપણી સંસ્કૃતિમાં વેપાર અને લોહીનું મિશ્રણ (સાંકર્ય) કરવામાં આવતું નહિ. બ્રાહ્મણત્વ અને ક્ષત્રિય લગ્ન થાય તો તેના સંતાનમાં ન તો પૂરું બ્રાહ્મણત્વ આવે કે ન તો પૂરી ક્ષાત્રટ. યુદ્ધની કુશળતાને અને વિદ્યાદાનની સહજતાને મારી નાખવા માટે જ આજે વર્ણસંકર્ષ અને વૃત્તિ (ધંધો) સાંકર્યને સરકારી સ્તરે - દેશી અંગ્રેજોએ – પ્રોત્સાહન આપ્યું છે. એક બાઈ સગર્ભા હતી. તેના ઘરની બરોબર સામે ખાટકીની દુકાન થઈ. તે નવેય માસ તે ખાટકીને બકરા કાપતો, તેમનાં અંગોને દુકાને ટીંગાડતો જોતી રહી. યોગ્ય સમયે બાળકનો જન્મ થયો. આ બાળકે માત્ર આઠ વર્ષની વયે પોતાના સ્કૂલના મિત્ર બાળકો સાથે ઝઘડો થતાં પાંચ મિત્રોનું છરી મારીને ખૂન કરી નાખ્યું. જજ પાસે એને આરોપી તરીકે હાજર કરાયો. જજ પણ આશ્ચર્યસ્તબ્ધ બની ગયો. જ્યારે તેણે સર્વાગી તપાસ કરી ત્યારે તેણે પકડી પાડ્યું કે માતાના ગર્ભકાળમાં તેણે જોયેલા પશુઓની કલેઆમનો સંસ્કાર ગર્ભના બાળક ઉપર પડવાથી આ ગોઝારી ઘટના બની છે! વિદેશમાં આવો બીજો કિસ્સો પણ બન્યો છે, જેમાં સગર્ભા પુત્રવધૂ પાસે છેલ્લા દસ વર્ષનો સામટો ઘર-ખર્ચનો હિસાબ સસરાએ માગ્યો અને વહુ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ; કેમ કે તેણે વ્યવસ્થિત રીતે રોજમેળ તેયાર કર્યો જ ન હતો. ગર્ભના બધા મહિનાઓ તેણે હિસાબ કરવામાં જ કાઢયા. તેનું પરિણામ એ આવ્યું કે તે બાળક દેશનો સર્વોત્કૃષ્ટ ગણિતશાસ્ત્રી બન્યો.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy