SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ બાર પ્રકારની હિંસાઓ અવારનવાર તેના હાથ ફરતા હતા. હીરો-સ્ટાઈલમાં તેને ઓછપ લાગી એટલે જેકેટની ઝીપ ખોલીને અંદરથી દાંતિયો કાઢી વાળમાં ફેરવ્યો. ખુલ્લા જેકેટની અંદર મારી નજર પડી. એક પટ્ટાની સાથે બંધાઈને પિસ્તોલ ત્યાં દબાયેલી પડી હતી. સેટરડે નાઈટ સ્પેશિયલ નામથી ઓળખાતી આ પિસ્તોલ કદમાં નાની હોય છે પણ કાતિલ ગણાય છે. મને તેની પિસ્તોલ તરફ નજર ઠેરવતો જોઈને તેને જરાયે સંકોચ ના લાગ્યો. ઊલટું જાણે અભિમાન લેતો હોય તેમ મુંબઈના પોલીસ ઈન્સ્પેક્ટરની જેમ તેણે પણ સસ્મિત ચહેરે પિસ્તોલના હાથાને પંપાળ્યો. જરાયે સંકોચ પામ્યા વગર તેણે સાહજિક રીતે ફરી વાર જેકેટ હતું તેમ બંધ કરી દીધું. 1 ખિસ્સામાં આવું જીવલેણ હથિયાર હોય તો કોઈનેય મનમાં ઉચાટ ના રહે અને તેથી જ રક્ષણાર્થે લોકો અમેરિકામાં પિસ્તોલ રાખતા થઈ ગયા છે. આની નકલ કરવા માટે યુવાન પેઢીને કહેવાની જરૂર નથી હોતી – અમેરિકામાં હથિયાર ખરીદવા માટે કોઈ વિધિ કરવી પડતી નથી ગમે તે પુખ્ય વયનો આદમી ફાયર આર્મ્સની દુકાને જઈને પોતાને ફાવે તે ખરીદી કરી શકે છે. ફક્ત તેનું નામ-સરનામું રજિસ્ટરમાં નોંધાય છે એટલું જ. કરોડો ગન, રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ અને એવી જુદી જુદી જાતનાં અને જુદાજુદા ઉપયોગ માટે મુકરર થયેલાં હથિયારો આજે અમેરિકામાં લોકોના કબજામાં છે. તેની સંખ્યા કદાચ બાકીની દુનિયામાં લોકોના કબજામાં રહેલા એકંદર સંખ્યાના હથિયારો સાથે જ કરી શકાય. અમેરિકા જેટલા પ્રમાણમાં જો બીજે કશેય લોકોની પાસે હથિયારોની માલિકી હોય તો તે દક્ષિણ આફ્રિકાની ગોરી પ્રજા પાસે છે. ચાલીસ લાખ ગોરાઓ પાસે તેમની સંખ્યા કરતાંયે વિશેષ સંખ્યામાં હથિયારો સંઘરાયેલાં પડ્યાં છે. ત્યાં તેઓ બહુમતી નિગ્રો પ્રજાથી ડરે છે. આજની શાળાએ જતી અમેરિકન યુવાન વિદ્યાર્થી પ્રજા, જેઓ ન્યુયોર્કમાં છે તેઓ પૈકીના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ખિસ્સામાં એકાદ હથિયાર રાખતા હોય છે. સ્કૂલનું સત્ર શરૂ થયા બાદ ન્યુયોર્કની એકસો અગિયાર જાહેર શાળાઓમાં ચાર મહિનાઓ સુધી પોલીસે અવારનવાર દરોડા પાડીને વિદ્યાર્થીઓની ઝડતી લીધી હતી. આ ઝડતીમાં હજાર ઉપર હથિયારો ઝડપાયાં હતાં. નવાઈની વાત છે કે તેમાં છોંતેર જેટલા હાથબામ્બ હતા, બે તો રાઈફલ પણ મળી આવી. પોણા છસો છરાઓ પણ મળ્યા હતા. રેઝર બ્લેડ અને અણીદાર સ્કૂ-ડ્રાઈવર તો અસંખ્ય હતાં. શાળામાં ભણતરની સાથે દારૂ, ડ્રગ અને ગુનેગારીની ભેળસેળ થઈ ગઈ છે. પ્રમુખ રેગનની પણ આંખ ઊઘડી છે. એડવિન એલ. મિસે નામના નવા એટર્ની
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy