SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ બાર પ્રકારની હિંસાઓ ધાર્મિકતા, દેશદાઝ કે માનવતા જેવું એનાં શુદ્ધ સ્વરૂપમાં પ્રાયઃ જોવા મળતું નથી. આ લોકો માત્ર તકવાદી છે. એમને મૂલ્યનિષ્ઠા જેવું કશું હોતું નથી. વિદેશી ગોરાઓએ એવું બ્રેઈન-વોશ કર્યું છે કે આ લોકોને ભારતીય મૂલ્યોની જાણકારી પણ હોતી નથી. (થોડાક સમય પૂર્વે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ કોકને પૂછ્યું હતું કે વિભીષણ એ કોણ હતો ?) આ બધાયનું મૂળ મેકોલે-શિક્ષણ પદ્ધતિ છે. જ્યાં સુધી એ દૂર નહી થાય ત્યાં સુધી ભારતવર્ષની આબાદી સ્વપ્નવત્ બની રહેશે. આથી જ એક ચિંતકે સાચું કહ્યું છે કે જો તમને બોમ્બમારો કરવાની ઈચ્છા હોય તો તમે રશિયા-અમેરિકાને તમારો દુશ્મન સમજીને ત્યાં બોમ્બાડીંગ નહિ કરતા, પરંતુ તમારો જે ખરેખર દુશ્મન, જે યુનિવર્સિટીઓ વગેરે શિક્ષણ સંસ્થાઓ છે ત્યાં જ બોમ્બમારો કરો. આવી તો કેટલી વાતો કરું? ટી.વી., વીડીઓ અને તેમાં જોવામાં આવતી બ્લ્યુ ફિક્સ, દાણચોરી, અને દાણચોરી દ્વારા દેશમાં પેસતાં કેફી (ડ્રગ્સ) દ્રવ્યો (જેના સેવનથી ભારતમાં દસ લાખ યુવાનો મોતની પથારીએ સૂતા છે.) માંસાહારનો બેફામ પ્રસાર અને પ્રચાર, ગર્ભપાત, છૂટાછેડા, સંતતિનિયમનનાં સાધનો, આંતરજ્ઞાતીય-જાતીય-રાષ્ટ્રીય-ખંડીય લગ્નો, સાત વ્યસનો, બીભત્સ ફેશનો, અદ્ભુત કુટુંબવ્યવસ્થાનું ભેદી રીતે વિભાજન. પરદેશી ઢાંચાનું બંધારણ અને ન્યાયાલય વગેરે કેટલાય સંસ્કૃતિહત્યારા ઝેર પાએલા કાતિલ છરાઓ ચારેબાજુ ફેંકાઈ રહ્યા છે. આપણું જ ખૂન કરનારા આ છરાઓને આપણા જ માણસો (દેશી અંગ્રેજો) ધારદાર બનાવી રહ્યા છે. વળી બહુમતી અને ચૂંટણી આધારિત લોકશાહી ગુણવત્તા જોયા વિનાની સમાનતા, બે દુ પાંચ જેવી મૂર્ખાઈભરી બાંધછોડવાળી કે શંભુમેળા જેવી ધર્મ વગેરે સર્વ બાબતોમાં એકતા, ધર્મતત્ત્વનો નાશ કરવાની ભેદી ચાલવાળી-ઈસાઈઓ અને ઈસ્લામીઓને ખુશ રાખીને તેમનો ભારતમાં પગપેસારો કરવા માટેની હિન્દુત્વનાશક બિનસાંપ્રદાયિકતા વગેરે કેટલીય સુરંગો ગોઠવાઈ છે, જે ફૂટતી જાય છે અને એકસાથે મોટો સંસ્કૃતિસંહાર કરે છે. ધર્મનાશ કરે છે. હિન્દુ-પ્રજાનો નાશ પણ કરે છે. | ઊંડે જઈએ તો લાગે છે કે આ બધાનું એક જ મૂળ કારણ જો કહેવું હોય તો તે વિદેશી ગોરાઓએ દેશી ગોરાઓનાં દિમાગમાં શિક્ષણના માધ્યમથી પેદા કરેલી નાસ્તિકતા છે. નાસ્તિકતા એટલે પોતાના ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા-જેમાંથી ઈશ્વર,
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy