SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૩૧ જેમાં ભરપૂર દારૂગોળો છે. જો એ પંજાબ ઉપર ઝીંકાય તો આખું પંજાબ સાફ થઈ જાય. બીજું, ચોદમી સદીનું બેલગા ગરીબોને ગોળ વહેંચવા કોઈ ગામડા તરફ ઠચૂક...ઠચૂક ઠચૂક કરતું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ ગાડાવાળો - માલિક - આમ તો પંજાબ તરફ ધસમસતી ટ્રેનને રોકી દેવા માટે પાટા ઉપર આડો સૂઈ જવાનો હતો. પરંતુ તેને અને તેના આવા મિત્રોને કોને સમજાવ્યું કે આમ કરવા કરતાં, ગામડે જઈ ગરીબોને ગોળ વહેંચવાનું રચનાત્મક કામ કરો ! લો, આ પાંચ હજાર રૂ.નું દાન! બિચારો! ભોળવાયો. ઊંધે રવાડે ચડ્યો. દેશીવિદેશી અંગ્રેજોએ સર્વત્ર આર્વા રચનાત્મક કાર્યો તરફ સજ્જનોની નજરબંધી કરી છે. ઘણા બધા તેમાં ફસાયા છે. ઘણા બધા લોકો માનવતાના નાનાં નાનાં કામોમાં બેસી ગયા છે! ગૌરવ અનુભવી રહ્યા છે! આથી પેલી દારૂગોળો ભરેલી ટ્રેઈન બેરોકટોક ધસમસતી આગળ વધી રહી છે ! શું કરવું યોગ્ય છે? બેશક, ટ્રેનના પાટે આડે સૂઈ જવું તે જ. પંજાબમાં સર્વત્ર) શાંતિ જામેલી રહે તે અમારો રચનાત્મક (ખંડનસ્વરૂપ) પદાર્થ છે. એનું ખંડન આ ટ્રેનથી થાય છે. હવે એ ખંડનસ્વરૂપ ટ્રેનનું - પાટા ઉપર આડા સૂઈને - ખંડન કરવું અને પંજાબની શાંતિને હણાવવા ન દેવી એ જ મોટામાં મોટું ખંડન (રચનાત્મક કાર્ય) નથી શું? માનવજાતનાં રચનાત્મક (ખંડનાત્મક) કામો, પંજાબ ઉપર દારૂગોળો ફેંકવામાં આડકતરી રીતે સહકારી બને છે માટે તો આ માનવતાનું કાર્ય જ ખંડનાત્મક બની જાય છે. ખંડન-મંડનનું સ્વરૂપ અને તેનું ગણિત દરેકે ગંભીરતાથી સમજવું જોઈએ. જો બીજી બાજુથી લાખો વૃક્ષોને કાપી જ નાખવાનાં હોય તો પાંચ, દસ હજાર વૃક્ષોના વાવેતરના રચનાત્મક કાર્યમાં શા માટે રસ લેવો જોઈએ? - જો દર વર્ષે ચારથી આઠ લાખ હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવવાનો કાર્યક્રમ ભારે સફળતા સાથે આગળ વધવાનો હોય તો તેનો વિરોધ કરતાં અટકાવીને વર્ષે પાંચ હજાર ક્રિશ્ચિયનોને પાછા હિન્દુ પ્રજામાં સામેલ કરવાનાં રચનાત્મક કાર્યોની શી કિંમત છે? આવાં બધાં તોફાન મુખ્યત્વે તો શિક્ષિતો કરે છે. તેમની સાથે સ્વાર્થી શહેરીઓ અને શ્રીમંતો જોડાય છે. આ લોકોનું બ્રેઈન-વોશ થએલું હોય છે કે તેમનામાં
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy