SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ બાર પ્રકારની હિંસાઓ આજે પણ બ્રિટનના રાજ્યવંશમાં રક્તશુદ્ધિનો અત્યંત આગ્રહ જારી રાખ્યો છે! આઠમા એડવર્ડ તો આ કારણે ગાદીત્યાગ કરીને ઈતિહાસ સર્જ્યો છે! રેસના ઘોડાઓની પસંદગીમાં – તેમની સાત પેઢી સુધી – આ વસ્તુનું સૂક્ષ્મ નિરીક્ષણ કરાય છે. ઓરંગઝેબના સમયમાં એક નાનકડી છોકરીના પોતે જ બાપ હોવાનો બે પુરુષોએ દાવો કર્યો હતો. એક લહીયો હતો. બીજો સૈનિક હતો. બાદશાહે તેનો નિર્ણય કરવા માટે છોકરી પાસે બંદુકની સફાઈ કરાવી. પણ પેલીને તે ન આવડી. પછી સહીથી બાટલીઓ ભરવા કહ્યું. તેણીએ ટપોટપ ૧૦-૨૦ બાટલીઓ ભરી આપી. આથી ઔરંગઝેબે ન્યાય આપ્યો કે એ છોકરીનો બાપ લહીયો છે. ચાર વર્ણની અંદર જે ભેદ હતો તે વ્યવસ્થા માટે હતો. રક્તનું સાંદ્મ થતાં દેશ ચારેય પ્રકારની જરૂરી શક્તિઓ ગુમાવી ન બેસે તે તેનો ઉદ્દેશ હતો. આ ભેદ હતો પણ અહીં જરાય ભેદભાવ ન હતો. આમ છતાં વિદેશી ગોરાઓએ આ વ્યવસ્થામાં ભેદભાવ - હરિજનાદિ પ્રત્યે ધિક્કારભાવ જાહેર કરીને આર્યાવર્તના વૃક્ષના મૂળીયાઓને મજબૂત રાખવી વ્યવસ્થાને તોડાવી નાખી. દેશી અંગ્રેજોએ તે કામ પાર પાડ્યું. હવે તો બધા રક્તો મિશ્રિત થવા લાગ્યાં છે. આથી જ સંકર પ્રજા હવે અબજો રૂ. શિક્ષણમાં ખર્ચીને પણ એક સ્વામી વિવેકાનંદને કે એક શિવાજી કે એક ભગતસિંહને પેદા કરવામાં ભારે મુસીબત વેઠી રહી છે. ચાર વર્ણોની વ્યવસ્થાના જે પેટાભાગરૂપે જ્ઞાતિ વગેરેની વ્યવસ્થાઓ હતી, આની પાછળ નાના-મોટા સઘળાની કાળજી લઈ શકાય તે ઉદ્દેશ હતો. જે તે ક્ષેત્રોમાં વિકેન્દ્રીકરણ (ભેદ) કર્યા વિના વ્યવસ્થા કદી થઈ શકતી નથી. પ્રજાસત્તાક ભારતે પણ ૨૬ રાજ્યમાં ભારતનું (ઈન્ડિયાનું) વિકેન્દ્રીકરણ નથી કર્યું? બ્રાહ્મણ કોમની અંદર જે જ્ઞાતિઓ થઈ તે તે જ્ઞાતિઓને તેમની જ્ઞાતિનો કોઈ પણ માણસ ભૂખમરો, બેકારી વગેરેથી દુઃખી ન રહે તેની પૂરી કાળજી લેવી પડતી. બ્રાહ્મણ વગેરે વર્ષો મોટા હતા. પરંતુ તેમાંની જ્ઞાતિઓ તો નાની નાની હતી એટલે આટલે આ વિકેન્દ્રિત વ્યવસ્થાથી દરેકની કાળજી બરોબર લઈ શકાતી. જ્ઞાતિના પોતાના નીતિ-નિયમો હતા, તે દરેકને પાળવા પડતા. જો તેનો ભંગ કરે, પછી દંડ ન સ્વીકારે તો તે મોટા કરોડપતિ હોય તો ય તેને જ્ઞાતિબહાર મૂકીને તેની સાથેનો રોટી-બેટી વ્યવહાર બંધ કરીને તેને ઠેકાણે આવી જવાની ફરજ પડાતી. થોડાંક વર્ષો પૂર્વે રાજસ્થાની પ્રજાની એક જ્ઞાતિના કોઈ શ્રીમંતે પોતાની પુત્રધૂને છૂટાછેડા આપી દીધા. જ્ઞાતિ
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy