SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧ ૧૭ ચાલવાનું ક્યારેય ન હતું. હા, નીચેવાળાનો મત એટલે “અભિપ્રાય જરૂર લેવાતો, પણ તેમનો મત એટલે “વોટ' ગણીને બહુમતીના આધારે કદી કોઈ નિર્ણય કરાતો નહિ. વડો માણસ નાનાઓના અભિપ્રાય (મત) જરૂર લે પણ કરવાનું તો પોતાને જે ઠીક લાગે તે જ. આ ક્રમમાં જોઈ શકાશે કે રાજા એ સંતોનો અંશ હતો. આથી જ રાજા અત્યન્ત સન્માનનીય ગણાતો. રાજા કદી આપખુદ ન હતો. તેનું રાક્શાસન પણ ખરેખર તો લોકશાસન હતું. કેમકે રાજવ્યવસ્થા જ તેવા સ્વરૂપની હતી. પ્રજા ઓપન સભાસદોને ચૂંટતી. આ કુલ ૬૨ સભાસદોને સાથે રાખીને રાજા રાજનું કામ કરતા. દુષ્ટોને દંડ દેવો, સજ્જનોનું સન્માન કરવું, ન્યાયમાર્ગે ધન ભંડાર સમૃદ્ધ કરવો, પક્ષપાત કરવો નહિ; શત્રુથી રાજ્યની રક્ષા કરવી. આ પાંચ, રાજાના યજ્ઞો હતા. આવા યજ્ઞો સદા કરતો રાજા સ્વયં સુખી હતો. તેની પ્રજા પણ સુખી હતી. રાજા સામે પોતે વિજય વગેરે માણસોનું મહાજન નીમ્યું હતું, જે અવસરે રાજાની પાસે પ્રજાના પ્રશ્નો લાવી મૂકતું. રાજા તરત તેનો ઉકેલ આપતા. આવા રાજાને પ્રજા પોતાની આવકનો છઠ્ઠો ભાગ સામે ચડીને આપી દેતી. તેમાં વેપારી (વેશ્યો) પોતાની બુદ્ધિથી ઘણું ધન ભેગું કરતા, વાપરતા પરંતુ રાજ ઉપરની આપત્તિ વખતે પોતાનું સઘળું ધન ભામાશાહની જેમ રાજાઓના ચરણે ધરી દેતા. આથી જ તેઓ વધુ કમાય તેમાં રાજા પણ રાજી રહેતો. તેમને તે અંગેની બધી સવલતો આપતો. હા. ક્યારેક રાજા પણ ભૂલ કરી બેસે. બ્રિટનના રાજાઓ માટે કહેવાય છે કે, રાજા કદી ભૂલ કરતો નથી.” The King does not wrong આ વાત આર્યાવર્તના રાજાઓ માટે સામાન્યતઃ સાચી કહી શકાય, કેમકે તેઓ સંતોની આણ નીચે રહેતા હોઈને, તેમનો સત્સંગ કરતા હોઈને તત્ત્વવેત્તા હતા. પરાર્થ કરણાદિ અનેક ગુણોથી સંપન્ન હતા. આથી જ તેમને ઈશ્વરનો (સંતનો) અંશ કહેવાયો હતો. આમ છતાં ક્યારેક કોક ભારેકર્મી રાજા ભૂલ પણ કરે, દુષ્ટતા પણ દાખવે. આવા સમયે તેની ઉપર રહેલું અષ્ટર્ષિમંડળ કામ કરતું. આ આઠ ઋષિમાંના સૌથી વડા ઋષિ હાથમાં નાનો દંડ લઈને સિહાસનસ્થ રાજાના બેય ખભે ત્રણ ત્રણ વાર દંડ અડાડતા અને ત્રણ વાર કહેતા કે, “જો તમે પ્રજાપાલનાદિ બાબતમાં ભૂલ કરશો તો તમને પણ ધર્મ - સત્તા દંડ કરશે. માટે કશી ગરબડ કરશો નહિ. ધર્મ ડ્યો ડસિ,
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy