________________
પા. ૧ સૂ. ૨૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
तस्माद्यत्रेति । अतिशयनिष्ठामप्राप्तानामौपचारिकमैश्वर्यमित्यर्थः । साम्यविनिर्मुक्तिमाहन च तत्समानमिति । प्राकाम्यमविहतेच्छता । तद्विघातादूनत्वम् । अनूनत्वे वा द्वयोरपि प्राकाम्यविघातः कार्यानुत्पत्तेः । उत्पत्तौ वा विरुद्धधर्मसमालिङ्गितमेकदा कार्यमुपलभ्येतेत्याशयवानाह-द्वयोश्चेति । अविरुद्धाभिप्रायत्वे च प्रत्येकमीश्वरत्वे कृतमन्यैरेकेनैवेशनायाः कृतत्वात् । संभूयकारित्वे वा न कश्चिदीश्वरः परिषद्वत् । नित्येशनायोगिनां च पर्यायायोगात्कल्पनागौरवप्रसङ्गाच्चेति द्रष्टव्यम् । तस्मात्सर्वमवदातम् ॥२४॥
[ ૬૫
વિશ્વ ચેતન અને અચેતનનો વ્યૂહ છે, અન્ય કોઈ તત્ત્વ નથી. ઈશ્વર અચેતન હોય તો પ્રધાન છે. પ્રધાનના વિકારો પણ પ્રધાનમાં જ ગણાય. તેથી ઈશ્વરમાં પ્રસન્નતા સંભવે નહીં. અને ચેતન હોય તો પણ ચિતિશક્તિ ઉદાસીન હોવાથી, અસંસારી છે. તેથી એમાં અસ્મિતા વગેરે ન હોઈ શકે. તો એમાં પ્રસન્ન કે અભિમુખ થઈને કલ્યાણ કરવાની ઇચ્છા કેવી રીતે સંભવે ? ‘‘અથ પ્રધાનપુરુષ વ્યતિરિક્તઃ કોઽયમીશ્વરો નામ ?' વડે આવી શંકા કરીને સૂત્રથી એનું સમાધાન કરે છે. ક્લેશ, કર્મવિપાક અને આશયથી અસ્પૃષ્ટ પુરુષવિશેષ ઈશ્વર છે.
અવિદ્યા વગેરે ક્લેશો છે, કારણ કે એ સંસારી પુરુષોને વિવિધ દુઃખોના આઘાતથી હેરાન કરે છે. કુશળ, અકુશળ એટલે ધર્મ અને અધર્મ કર્મથી ઉત્પન્ન થતા હોવાથી એમને ઉપચારથી (ગૌણ દૃષ્ટિએ) કર્મ કહે છે. જન્મ, આયુષ્ય અને ભોગ કર્મવિપાક (ફળ) છે. વિપાકને અનુરૂપ વાસનાઓ ચિત્તભૂમિમાં સૂતેલી રહેવાથી આશય કહેવાય છે. પૂર્વજન્મનાં જે કર્મ ઊંટનો જન્મ આપે, એ ઊંટના શરીર માટે યોગ્ય ભોગો વ્યક્ત ન કરે, ત્યાં સુધી, તેને અનુરૂપ ભોગ આપ્યા કરે છે. તેથી ઊંટના જીવન દરમ્યાનના અનુભવોને પ્રગટ કરનારી વાસનાઓ એના જીવનના અનુભવોને અનુરૂપ હોવી જોઈએ.
આ ક્લેશ વગેરે બુદ્ધિના ધર્મ છે, અને ક્યારેય પણ પુરુષને સ્પર્શતા નથી. તેથી પુરુષ શબ્દના પ્રયોગથી એમનો અસ્પર્શ સિદ્ધ થતો હોવાથી, “ક્લેશકર્મવિપાકાશયૈરપરાસૃષ્ટઃ...''વગેરે કહેવાની શી જરૂર છે ? એના જવાબમાં કહે છે કે એ બધાં મનમાં રહેલાં હોવા છતાં સાંસારિક પુરુષમાં રહેલાં કહેવાય છે, કારણ કે એ એમનો ભોક્તા છે, અને ચેતન છે. ઈશ્વર પણ પુરુષ હોવાથી એને એમનો સંબંધ પ્રાપ્ત થાય છે. તેથી ઈશ્વરમાં એમનો નિષેધ કરવો જરૂરી છે, એમ કહે છે. જે પુરુષમાત્રમાટે સમાન છે, એવા બુદ્ધિમાં રહેલા ભોગથી પણ ન સ્પર્શતો વિશેષ પ્રકારનો પુરુષ ઈશ્વર છે. સંસારી પુરુષોથી ભિન્ન હોવાપણું વિશેષતા છે. તેથી એ બીજા પુરુષોથી જુદો છે. “કૈવલ્યુંપ્રાપ્તાસ્તર્હિ.” વગેરેથી વિશેષ એમ