________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૪
(રાજા)માં રહેલા કહેવાય છે. જે આવા ભોગથી અસ્કૃષ્ટ છે એ પુરુષવિશેષ ઈશ્વર છે.
કૈવલ્ય પ્રાપ્ત કરનારા ઘણા કેવલીઓ છે. એમણે ત્રણ બંધને કાપીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું છે. પણ ઈશ્વરને તો આ બંધનોનો સંબંધ ભૂતકાળમાં કે ભવિષ્યમાં કદી થતો નથી. જેમ મુક્તની અગાઉની બંધનની કોટિ જણાય છે એવી ઈશ્વરને નથી. અથવા પ્રકૃતિલીનની ભાવી બંધનકોટિ સંભવિત છે, એવી ઈશ્વરને નથી. એ તો સદૈવ મુક્ત, સદૈવ ઈશ્વર છે.
ઈશ્વરનો આવો ઉત્તમ સત્ત્વના ઉપાદાન (સ્વીકાર)ને કારણે જણાતો સનાતન ઉત્કર્ષ છે, એ નિમિત્ત (કારણ)વાળો છે કે નિમિત્ત વિનાનો છે? (એનો જવાબ છે) શાસ્ત્ર એનું નિમિત્ત છે. શાસ્ત્રનું શું નિમિત્ત છે? પ્રકૃષ્ટ સત્ત્વગુણ શાસ્ત્રનું નિમિત્ત છે. આ બે પ્રકૃષ્ટ સત્ત્વગુણ અને શાસ્ત્ર-ઈશ્વરમાં રહે છે. એમનો આ સંબંધ અનાદિ છે. આ કારણે ઈશ્વર સદૈવ ઈશ્વર અને મુક્ત છે. એનું આવું ઐશ્વર્ય સમાનતાથી અને વિશેષતાથી મુક્ત છે. બીજું કોઈ ઐશ્વર્ય એના કરતાં વધારે નથી. જે શ્રેષ્ઠ ઐશ્વર્ય છે એ ઈશ્વરનું છે. જેમાં ઐશ્વર્યની પરાકાષ્ઠા છે, એ ઈશ્વર છે. વળી, એના જેવું ઐશ્વર્ય બીજામાં નથી. કારણ કે બે સમાન ઐશ્વર્યવાળા એક પદાર્થમાં એકી સાથે આ નવી બને અને આ જૂની બને એમ ઇચ્છે, તો એમાંથી એકની ઇચ્છા સિદ્ધ થતાં, બીજાનું પ્રાકામ્ય નષ્ટ થાય અને વિરુદ્ધ હોવાના કારણે, ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય નહીં. તેથી જેનું ઐશ્વર્ય સમાનતા અને અધિકતાથી મુક્ત હોય, એ ઈશ્વર છે – એ પુરુષ વિશેષ છે. ૨૪
तत्त्व वैशारदी ___ ननु चेतनाचेतनाभ्यामेव व्यूढं नान्येन विश्वम् । ईश्वरश्चेदचेतनस्तहि प्रधानम् । प्रधानविकाराणामपि प्रधानमध्यपातात् । तथा च न तस्यावर्जनम्, अचेतनत्वात् । अथ चेतनस्तथापि चितिशक्तेरौदासीन्यादसंसारितया चास्मितादिविरहात्कुत आवर्जनं कुतश्चाभिध्यानमित्याशयवानाह-अथ प्रधानेति । अत्र सूत्रेणोत्तरमाहक्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । अविद्यादयः क्लेशाः । क्लिश्यन्ति खल्वमी पुरुषं सांसारिकविविधदुःखप्रहारेणेति । कुशलाकुशलानीति धर्माधर्माः । तेषां च कर्मजत्वादुपचारात्कर्मत्वम् । विपाको जात्यायुर्भोगाः । विपाकानुगुणा