________________
પા. ૧ સૂ. ૨૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[૫૯
કહે છે કે શ્રદ્ધા વગેરે ઉપાયો પૂર્વજન્મના સંસ્કારોને કારણે અને અષ્ટ (પ્રારબ્ધ)ને કારણે મૃદુ, મધ્યમ અને તીવ્ર એમ ત્રણ પ્રકારના હોય છે. સંવેગ એટલે વૈરાગ્ય એની પણ મંદતા, મધ્યતા અને તીવ્રતા પૂર્વ જન્મની વાસનાઓ અને અદષ્ટને કારણે જ થાય છે. એમાં જેમને અત્યંત ઓછા સમયમાં સિદ્ધિ મળે છે, એમના વિષે સૂત્રથી કહે છે કે તીવ્ર વૈરાગ્યવાળા યોગીને જલ્દી સિદ્ધિ મળે છે. આ સૂત્ર છે, અને બાકીનું ભાષ્ય છે. સંપ્રજ્ઞાત સમાધિનું ફળ અસંપ્રજ્ઞાત સમાધિ છે, અને એનું ફળ કૈવલ્ય છે. ૨૧
मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः ॥२२॥
તીવ્રમાં પણ મૃદુ, મધ્ય અને અત્યંત તીવ્ર એવા ભેદથી વધારાના ભેદો થાય છે. ૨૨
भाष्य
मृदुतीवो मध्यतीव्रोऽधिमात्रतीव्र इति, ततोऽपि विशेषः । तद्विशेषान्मृदु तीव्रसंवेगस्यासन्नस्ततो मध्यतीव्रसंवेगस्यासन्नतरस्तस्मादधिमात्रतीवसंवेगस्याधिमात्रोपायस्यासन्नतमः समाधिलाभः समाधिफलं ત્તિ રચા
તીવ્રતામાં પણ મૂદુતીવ્ર, મધ્યમતીવ્ર અને અત્યંત તીવ્ર એવા ભેદોને કારણે અગાઉ કહ્યા કરતાં પણ વિશેષતા છે. આ વિશેષતાના કારણે મૃદુતીવ્ર સંવેગવાળાને જલ્દી, મધ્ય તીવ્ર સંવેગવાળાને એનાથી પણ જલ્દી અને અત્યંતતીવ્ર સંવેગવાળાને અને પૂર્ણતત્પરતાથી ઉપાયો યોજનારા યોગીને સૌથી વધારે જલ્દીથી સમાધિ અને સમાધિનું ફળ મળે છે. ૨૨
तत्त्व वैशारदी मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः । निगदव्याख्यातेन भाष्येण व्याख्यातमिति રરા
તીવ્રસંવેગવાના યોગીઓમાં પણ મૂદુ, મધ્યમ અને અત્યંત વેગવાળાઓને અગાઉ જણાવ્યા કરતાં વિશેષ ત્વરાથી સમાધિ થાય છે. આ હકીકત ભાષ્યમાં સ્પષ્ટપણે કહેવાઈ છે. ૨૨
किमेतस्मादेवासन्नतरः समाधिर्भवति, अथास्य लाभे भवत्यन्योऽपि कश्चिदुपायो