SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૬ આત્મદર્શન શુદ્ધ બને. રજસ્, તમમ્ દૂર થઈ, સત્ત્વમાં એકતાનતા થાય. એનાથી ગુણો અને પુરુષનો સ્પષ્ટ વિવેક થાય. પુરુષ શુદ્ધ અને અનંત છે, અને ગુણો એનાથી વિપરીત છે એ હકીકત નિઃશંકપણે સમજાય. એથી સંતુષ્ટ બનેલી બુદ્ધિવાળો યોગી પરવૈરાગ્યયુક્ત બને છે. આનાથી ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ કહી. આવો યોગી વ્યક્ત-અવ્યક્ત ધર્મવાળા ગુણોથી પણ વિરક્ત થાય છે. અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના વિવેકજ્ઞાનરૂપ ગુણાત્મક વિચારથી પણ વિરક્ત થાય છે. ૪૮] આમ બે વૈરાગ્ય કહ્યા. પહેલો અપર વૈરાગ્ય સત્ત્વગુણની વૃદ્ધિથી તમોગુણ દૂર થવા છતાં રજોગુણના અણુઓથી કલંકિત ચિત્તસત્ત્વમાં ઉત્પન્ન થાય છે. આ વૈરાગ્ય તૌષ્ટિકોમાં (એનાથી જ સંતુષ્ટ થતા યોગીઓમાં) જોવા મળે છે. આના કારણે તેઓ પ્રકૃતિલયની અવસ્થામાં અટકી જાય છે. કહ્યું છે કે “વૈરાગ્યથી પ્રકૃતિ લય થાય છે.” બીજો પર વૈરાગ્ય જ્ઞાનપ્રસાદમાત્ર છે. માત્ર શબ્દથી નિર્વિષયતા સૂચવે છે. આવું ચિત્ત રજોગુણના અણુ જેટલા મળથી પણ રહિત હોવાથી, પર વૈરાગ્યનો આશ્રય બને છે. તેથી એને જ્ઞાનપ્રસાદ કહે છે. ચિત્ત સ્વયં પ્રસાદ સ્વભાવનું છે. છતાં રજસ્-તમસ્ ના સંપર્કથી મલિન બને છે. વૈરાગ્યના અભ્યાસરૂપ નિર્મળ જળની ધારાથી ધોવાયેલું ચિત્ત બધા રજસ્-તમમ્ ના મળોથી રહિત બનીને અત્યંત સ્વચ્છ તેમજ જ્ઞાનપ્રસાદ માત્રરૂપ રહે છે. આવા યોગીને ગુણોની જરા પણ આવશ્યકતા રહેતી નથી, એ વાત ‘યસ્યોદયે પ્રત્યુદિત ખ્યાતિઃ” વગેરેથી કહી છે. એના ઉદયથી યોગીમાં જ્ઞાન પ્રગટે છે. અન્ય જ્ઞાનોની જગાએ એનામાં ફક્ત વર્તમાન વિવેકજ્ઞાન શેષ રહે છે. (આવો કૃતકૃત્ય યોગી વિચારે છે :) મેળવવા યોગ્ય કૈવલ્ય મેળવ્યું. જેમ આગળ કહેશે : જીવતાં જ જ્ઞાની મુક્ત થાય છે. એટલે કે અવિદ્યારૂપ મૂળ નષ્ટ થવાથી સંસ્કારમાત્ર શેષ રહે છે. આ કારણે કૈવલ્ય પ્રાપ્ત થાય છે. કૈવલ્ય શાથી મળ્યું ? કારણ કે ક્ષીણ કરવાયોગ્ય અવિદ્યા વગેરે ક્લેશો વાસનાસાથે ક્ષીણ થઈ ગયા. ધર્મ, અધર્મનો સંચય સાંકળની જેમ પ્રાણીઓના જન્મમરણના બંધનનું કારણ છે. એ બાકી હોય તો કૈવલ્ય કેવી રીતે થાય ? એના જવાબમાં “છિન્નઃ શ્લિષ્ટપર્વા ભવસંક્રમ...' વગેરેથી કહે છે કે પરસ્પર સંકળાયેલા ધમાધર્મરૂપ સંચિત કર્મોના પર્વ (સાંધાઓ) છૂટા પાડી દીધા. જન્મમરણનો ક્રમ પ્રાણીને છોડતો નથી, એ ભવસંક્રમ ક્લેશોનો નાશ થતાં છેદાય છે. આગળ કહેશે : “કર્માશયનું મૂળ ક્લેશો છે, મૂળ રહે તો કર્મવિપાક,થાય છે.” પ્રસંખ્યાન (વિચાર)નો પરિપાક ધર્મમેઘ સમાધિ છે. એ નિરોધથી સિદ્ધ
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy