SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૧ સૂ. ૧૧ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯ आह-तत्र ग्रहणेति । ग्रहणमुपादानम् । न च गृहीतस्योपात्तस्योपादानं संभवति । तदनेनानधिगतबोधनं बुद्धिरित्युक्तम् । ग्रहणाकारो ग्रहणरूपं पूर्व प्रधानं यस्याः सा तथोक्ता । विकल्पितश्चायमभेदेऽपि गुणप्रधानभाव इति । ग्राह्याकारः पूर्वः प्रथमो यस्याः सा तथोक्ता । इदमेव च ग्राह्याकारस्य ग्राह्यस्य पूर्वत्वं यद्वृत्त्यन्तरविषयीकृतत्वमर्थस्य । तदनेन वृत्त्यन्तरविषयीकृतगोचरा स्मृतिरित्युक्तं भवति । सोऽयमसंप्रमोष इति । नन्वस्ति स्मृतेरपि संप्रमोषः । दर्शयति हि पित्रादेरतीतस्य देशकालान्तरानुभूतस्याननुभूतचरदेशकालान्तरसंबन्धं स्वप्न इत्यत आह-सा च द्वयोति । भावितः कल्पितः स्मर्तव्यो यया सा तथोक्ता । अभावितोऽकल्पितः पारमार्थिक इति यावत् । नेयं स्मृतिरपि तु विपर्ययस्तल्लक्षणोपपन्नत्वात् । स्मृत्याभासतया तु स्मृतिरुक्ता । प्रमाणाभासमिव प्रमाणमिति भावः । कस्मात्पुनरन्ते स्मृतेरुपन्यास इत्यत आहसर्वाश्चैताः स्मृतय इति । अनुभवः प्राप्तिः । प्राप्तिपूर्वा वृत्तिः स्मृतिस्ततः स्मृतीनामुपजन इत्यर्थः । ननु ये पुरुषं क्लिश्यन्ति ते निरोद्धव्याः प्रेक्षावता । क्लेशाश्च तथा, न च वृत्तयः । तत्किमर्थमासां निरोध इत्यत आह-सर्वाश्चैता इति । सुगमम् ॥११॥ અનુભૂત વિષય ચોરાય નહીં એ સ્મૃતિ છે. પ્રમાણ વગેરેથી અનુભવને કારણે મનમાં પ્રવેશેલા વિષયનું અસ્તેય, ચોરાઈ ન જવું, એ સ્મૃતિ છે. જે જ્ઞાન ફક્ત સંસ્કારથી પેદા થાય, એ સંસ્કારના કારણરૂપ અનુભવથી ભાસિત થતો વિષય એનો પોતાનો કહેવાય, એનાથી અધિક વિષયનો પરિગ્રહ ચોરી કહેવાય. કેમ ? કારણ કે એ ક્રિયા ચોરી જેવા રૂપવાળી છે. “પુષ-સ્તયે,” ચોરી કરવી એ અર્થવાળા ધાતુમાંથી સંપ્રમોષ શબ્દ નિષ્પન્ન થયો છે. કહેવાનો આશય એ છે કે પ્રમાણ વગેરે બધાં જ્ઞાનનાં સાધનો સામાન્ય કે વિશેષપણે, અગાઉ ન જાણેલા વિષયને જણાવે છે. સ્મૃતિ અગાઉના અનુભવની મર્યાદાને ઓળંગતી નથી. સ્મૃતિ અનુભવ કરતાં ઓછાને વિષય બનાવે છે, અધિકને નહીં : “કિમ્ પ્રત્યયસ્ય ચિત્ત સ્મરતિ આહોસ્વિત્ વિષયસ્ય” વગેરેથી બીજી વૃત્તિઓ કરતાં સ્મૃતિવૃત્તિની આ વિશેષતા વિષે ચર્ચા કરે છે. અનુભવ હંમેશાં ગ્રાહ્યવિષયપ્રધાન હોય છે. જયારે ગ્રાહ્યના અનુભવના અભાવમાં ફક્ત એનાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર સ્મૃતિ ઉત્પન્ન કરતો હોય, તો ગ્રાહ્યનું પહેલાં સ્મરણ કરાવે, એમ ઉપરછલ્લી દષ્ટિએ જણાય છે. પરંતુ અનુભવને કારણે ઉત્પન્ન થતી સ્મૃતિ ખરેખર તો અનુભવનું જ સ્મરણ કરાવે, (અને અનુભવ ગ્રાહ્ય-ગ્રહણ બંનેરૂપ છે) એમ વિચારીને ગ્રાહ્ય અને ગ્રહણ બંનેનું સ્મરણ થાય છે, એવો નિશ્ચય કરે છે. ગ્રાહ્ય વિષય મુખ્ય હોવાથી સ્મૃતિ ગ્રાહ્યના આકારવાળી હોય છે. તેથી ખરેખર ગ્રાહ્યના ગ્રહણને કારણે, એ બંનેના આકારવાળા સ્વરૂપનું સ્મરણ કરાવે છે. “સ્વભંજકાંજન” એટલે પોતાને વ્યક્ત કરનાર કારણના
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy