________________
પા. ૧ સૂ. ૮]
વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[ ૩૧
થયેલા વિરોધી જ્ઞાનથી, પહેલાં થયેલા જ્ઞાનનો અહીં (વિકલ્પમાં) બાધ થતો નથી, પણ પહેલાં થયેલા, અને જેનું વિરોધી અન્ય જ્ઞાન ઉત્પન્ન થયું નથી, એનાથી પાછળથી થતા જ્ઞાનનો બાધ થાય છે. “યતઃ પ્રમાણેન” વગેરેથી કહે છે કે આ (વિપર્યય) પ્રમાણ ગણાત, જો પછીથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, પહેલાના જ્ઞાનના આધારે ઉત્પન્ન થયું હોત, પણ અહીં તો બંને જ્ઞાનો પોતપોતાના કારણોથી ઉત્પન્ન થાય છે, અને બીજા જ્ઞાન પર આધારિત નથી. આમ, પછી ઉત્પન્ન થતું જ્ઞાન પહેલાં થયેલા જ્ઞાનના વિનાશ પછી થતું નથી, અને એની ઉત્પત્તિ અગાઉના જ્ઞાનને દૂર કરીને થતી નથી. વળી, પહેલાનું જ્ઞાન પાછળના જ્ઞાનના નાશ પછી ઉત્પન્ન થતું નથી, કારણ કે એ વખતે એ હતું જ નહીં. તેથી આ દાખલામાં દૂર થવાપણું વિરોધી જ્ઞાનની પછીથી થતી ઉત્પત્તિના અભાવપર આધાર રાખે છે. જયારે દૂર થવાપણાનું સાચું કારણ તો તરત ઉત્પન્ન થયેલા વિરોધી જ્ઞાન પર આશ્રિત છે. તેથી જે સાચું જ્ઞાન નથી, એ સાચા જ્ઞાનથી દૂર થાય છે, કારણ કે સાચા જ્ઞાનનો વિષય જેની ખરેખર હયાતિ હોય એવો પદાર્થ છે. આનું ઉદાહરણ એક ચંદ્રના પ્રામાણિક જ્ઞાનથી બે ચંદ્રનું જ્ઞાન નષ્ટ થાય છે, એન કહીને આપે છે.
આ પાંચ પર્વોવાળી અવિદ્યા છે”, એમ કહીને ત્યાગ કરવા યોગ્ય છે, એમ જણાવવા માટે, આ વિપર્યય જ્ઞાન ખરાબ છે, એમ દર્શાવે છે. અવિદ્યા, અમિતા વગેરે પાંચ વિપર્યયજ્ઞાનના પ્રકારોમાં અવિદ્યા સમાનપણે રહેલી છે, એવું સેય પંચપર્વા ભવત્યવિદ્યાથી કહે છે, એવો અર્થ છે. અવ્યક્ત, મહતુ, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એમ આઠ અનાત્મ પદાર્થોમાં આત્મબુદ્ધિ થાય એ અવિદ્યા કે તમ-અંધકાર છે. એ રીતે શ્રેયરૂપ નથી એવી આઠ અણિમા વગેરે સિદ્ધિઓમાં શ્રેયબુદ્ધિ થાય, એ આઠ પ્રકારનો એનાથીય ખરાબ મોહ છે. આને અસ્મિતા પણ કહે છે. યોગાભ્યાસથી આઠ પ્રકારની સિદ્ધિઓ મેળવી, સિદ્ધ બનીને, હું જોયેલા અને સાંભળેલા દસ વિષયોને ભોગવીશ, એવી વૃત્તિને રાગ કે મહામોહ કહેવાય છે. આવા નિશ્ચયના બળે ચાલતા યોગીને કોઈ કારણસર પ્રતિબંધ થવાથી; અણિમા વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન ન થાય, અને વિષયભોગ સિદ્ધ ન થાય, ત્યારે એ પ્રતિબંધ પ્રત્યે ક્રોધ થાય એને દ્વેષ કે તામિસ્ર કહે છે. અણિમા વગેરે ગુણોની સંપત્તિરૂપ જોયેલા અને સાંભળેલા બધા વિષયો મળે, તો પણ પ્રલયકાળે કે કલ્પના અંતે એમનો નાશ થશે, એવો ત્રાસ અભિનિવેશ કે અંધતામિસ્ર કહેવાય છે. આ વાત એક શ્લોકમાં કહી છે : “તમના અને મોહના આઠ ભેદો છે. મહામોહના દસ ભેદો છે. અને તામિસ્ર તેમજ અંધતામિત્રના અઢાર ભેદો છે.”૮