SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૩૩ अविभज्य वचनीयमुक्त्वा प्रविभज्य वचनीयं प्रश्नमाह-अथ सर्व इति । विभज्य वचनीयतामाह-विभज्येति । विभज्य वचनीयमेव प्रश्नान्तरं विस्पष्टार्थमाहतथा मनुष्येति । अयं त्ववचनीय एकान्ततः । न हि सामान्येन कुशलाकुशलपुरुषसंसारस्यान्तवत्त्वमनन्तवत्त्वं वा शक्यमेकान्ततो वक्तुम्, यथा प्राणभृन्मात्रस्य श्रेयस्त्वमश्रेयस्त्वं वा नैकान्ततः शक्यमवधारयितुम् । यथा जातमात्रस्य मरणमेकान्तः । विभज्य पुनः शक्यावधारणमित्याह-कुशलस्येति । अयमभिसंधिः क्रमेण मोक्षे सर्वेषां मोक्षात्संसारोच्छेद इत्यनुमानम् । तच्चागमसिद्धमोक्षाश्रयम् । तथा चाभ्युपगतमोक्षप्रतिपादकागमप्रमाणभावः कथं तमेवागमं प्रधानविकारनित्यतायामप्रमाणी कुर्यात् ? तस्मादागमबाधितविषयमेतदनुमानं न प्रमाणम् । श्रूयते हि श्रुतिस्मृतीतिहासपुराणेषु सर्गप्रतिसर्गपरम्पराया अनादित्वमनन्तत्वं चेति । अपि च सर्वेषामेवात्मनां संसारस्य न तावद्युगपदुच्छेदः संभवी । न हि पण्डितरूपाणामप्यनेकजन्मपरम्पराभ्यासपरिश्रमसाध्या विवेकख्यातिप्रतिष्ठा, किं पुनः प्राणभृन्मात्रस्य स्थावरजङ्गमादेरेकदाऽकस्माद्भवितुमर्हति । न च कारणायौगपद्ये कार्येयौगपद्यं युज्यते । क्रमेण तु विवेकख्यातावसंख्येयानां क्रमेण मुक्तौ न संसारोच्छेदो ऽनन्तत्वाज्जन्तूनामसंख्येयत्वादिति सर्वमवदातम् ॥३३॥ અથ કોયમ્ ?” વગેરેથી પરિણામક્રમ વિષે પ્રશ્ન પૂછે છે. જવાબમાં “ક્ષણપ્રતિયોગી.” વગેરે સૂત્રથી કહે છે કે ક્ષણ સાથે સંબંધિત, પરિણામના અંતિમ છેડાથી ગ્રહણ થાય એને ક્રમ કહે છે. ક્રમ ક્ષણોના પ્રચય (સંચય) ના આશ્રયે રહે છે. વળી ક્રમ ક્રમયુક્ત પદાર્થો વિના નિરૂપી શકાતો નથી. અને એક ક્ષણમાં ક્રમ હોઈ શકે નહીં. તેથી બાકી રહેતો એક વિકલ્પ એ છે કે ક્ષણોના સંચયના આશ્રયે ક્રમ રહે છે. “ક્ષણાનત્તર્યાત્મા”- એક પછી એક આવતી ક્ષણો રૂપ-થી આ વાત કહે છે. “પરિણામસ્યાપરાન્તન.” વગેરેથી પરિણામ ક્રમના અસ્તિત્વમાં પ્રમાણ રજૂ કરે છે. પ્રયત્નપૂર્વક સાચવી રાખેલા નવા વસ્ત્રમાં ઘણા સમય પછી જૂનાપણું જણાય છે, એ પરિણામનો છેવટનો છેડો છે. એનાથી પરિણામના ક્રમનો નિશ્ચય થાય છે. એ પહેલાં પણ સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર, અને સૂક્ષ્મ, તેમજ પૂલ, સ્થૂલતર અને સ્થૂલતમ વગેરેથી પૂર્વાપરતા (પહેલાં અને પછી એવા ક્રમ) નું અનુમાન થાય છે. આ વાતને “નહિ.વગેરેથી વ્યતિરેકની રીતે કહે છે કે જે વચ્ચે ક્ષણોનો ક્રમ ન અનુભવ્યો હોય, એમાં જૂનાપણું દેખાતું નથી. આવો ક્રમ પ્રધાનમાં સંભવતો નથી, કારણ કે એ નિત્ય છે, એ આશંકાના જવાબમાં “ નિત્યેષુ ચ ક્રમો દ્રષ્ટ:”થી કહે છે કે બધા નિત્ય પદાર્થોમાં ક્રમ જોવા મળે છે. બહુવચનના પ્રયોગથી બધા નિત્યોમાં ક્રમનું વ્યાધિત્વ નિશ્ચયપૂર્વક કહે છે. “કવી ચેયં નિત્યતા” વગેરેથી નિત્ય પદાર્થોના વિભિન્ન પ્રકારો દર્શાવી ક્રમનું બધા
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy