________________
૪૬૨ ] પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૨૭ છવુ પ્રત્યયાળિ સંસ્કૃષ્ણ: શરણા વિવેક તરફ વહેતા ચિત્તમાં વચ્ચે વચ્ચે પૂર્વ સંસ્કારોને લીધે બીજી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. ર૭.
"
भाष्य
प्रत्ययविवेकनिम्नस्य सत्त्वपुरुषान्यताख्यातिमात्रप्रवाहिणश्चित्तस्य तच्छिद्रेषु प्रत्ययान्तराण्यस्मीति वा ममेति वा जानामीति वा न जानामीति વા I ત. ? ક્ષમા વીનેગ: પૂર્વસંખ્ય તિ રછા
| વિવેકાન તરફ નમેલા અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનમાત્ર તરફ વહેતા ચિત્તમાં વચ્ચે વચ્ચે હું છું, આ મારું છે. હું જાણું છું કે નથી જાણતો, એવા પ્રત્યયો (વિચારો) ઊઠે છે, કેમ ? ક્ષીણ થતા બીજવાળા પૂર્વસંસ્કારોને લીધે આમ થાય છે. ૨૭
तत्त्ववैशारदी स्यादेतत्-विशेषदर्शनं चेद्विवेकनिष्ठं न जातु चित्तं व्युत्थितं स्यात् । दृश्यते चास्य भिक्षामटतो व्युत्थितमित्यत आह-तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः । प्रत्ययेति । प्रतीयते येन स प्रत्ययश्चित्तसत्त्वम् । तस्माद्विवेकश्चितेः । तेन निम्नस्य । जानामीति साक्षान्मोक्षो विविच्य दर्शितः । न जानामीति मोहः । तन्मूलावहङ्कारममकारावहमस्मीति वा ममेति वा दर्शितौ । क्षीयमाणानि च तानि बीजानि चेति समास: । पूर्वसंस्कारेभ्यो व्युत्थानसंस्कारेभ्यः ॥२७॥
ભલે. વિશેષદર્શન જો વિવેકનિષ્ઠ હોય, તો ચિત્તનું વ્યુત્થાન ન થાય. પણ ભિક્ષા માગતી વખતે યોગીનું ચિત્ત વ્યથિત થયેલું જણાય છે. તેથી “તછિદ્રષ..” વગેરે સૂત્રથી એની સમજૂતી આપતાં કહે છે કે વચ્ચે વચ્ચે બીજા પ્રત્યયો સંસ્કારોને લીધે ઉત્પન્ન થાય છે. પ્રત્યય એટલે પ્રતીત થતું ચિત્તસત્ત્વ. ચિતિ એનાથી ભિન્ન છે, એમ સમજવું જોઈએ. એને વિવેક કહે છે. એવા વિવેક તરફ નમેલું. “જાણું છું “ શબ્દોથી વિવેકથી થયેલા સાક્ષાત્ મોક્ષને દર્શાવ્યો. “નથી જાણતો” એ મોહ છે. એ મોહરૂપ મૂળમાંથી અહંકાર, મમકાર, હું છું. આ મારું છે વગેરે વિચારો ઉત્પન્ન થાય છે. ક્ષીણ થતાં બીજો, એમ કર્મધારય સમાસ છે. પૂર્વ સંસ્કારો એટલે વ્યુત્થાનસંસ્કારો. ૨૭