________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૨૧
चरिष्यामीत्युक्त्वा सत्त्वस्य पुनः सत्त्वमेवापनुवते । सांख्ययोगादयस्तु प्रवादाः स्वशब्देन पुरुषमेव स्वामिनं चित्तस्य भोक्तारमुपयन्तीति ॥२१॥ હવે એક ચિત્ત બીજા ચિત્ત વડે જોવાય, તો બુદ્ધિને જોનાર બુદ્ધિનું ગ્રહણ કોણ કરશે ? અને જેટલા બુદ્ધિને જોનારી બુદ્ધિના અનુભવો હશે એટલી સ્મૃતિઓ થશે. એ સ્મૃતિઓનું મિશ્રણ થતાં એક સ્મૃતિનો નિર્ણય નહીં થાય. આમ બુદ્ધિના પ્રતિસંવેદી પુરુષને નકારનારા બૌદ્ધોએ બધું અવ્યવસ્થિત કર્યું છે. તેઓ કોઈ પણ જગાએ ભોક્તા - આત્માનું સ્વરૂપ કલ્પીને ન્યાયને અનુસરતા નથી. કેટલાક સત્ત્વમાત્રને કલ્પીને, એ સત્ત્વ આ અશુદ્ધ પાંચ સ્કંધોને ત્યાગીને, બીજા શુદ્ધ પાંચ સ્કંધો સ્વીકારે છે, એમ કહીને, એનાથી પણ ત્રાસ પામે છે, (એને પણ સિદ્ધ કરી શકતા નથી.) અને સ્કંધોના મહાનિર્વાણ માટે, વૈરાગ્ય માટે, એ ફરીવાર ઉત્પન્ન ન થાય એ માટે, પ્રશાન્તિ માટે, ગુરુ પાસે જઈને બ્રહ્મચર્ય પાળીશ એમ કહીને સત્ત્વનું સત્ત્વપણું જ છુપાવે છે. સાંખ્યયોગ વગેરે સિદ્ધાન્તો સ્વશબ્દથી ચિત્તના સ્વામી પુરુષને ભોક્તા તરીકે સ્વીકારે છે. ૨૧
तत्त्ववैशारदी
૪૫૦ ]
पुनर्वैनाशिकमुत्थापयति-स्यान्मतिः मा भूद् दृश्यत्वेन स्वसंवेदनम् । एवमप्यात्मा न सिध्यति । स्वसंतानवर्तिना चरमचित्तक्षणेन स्वरसनिरुद्धस्वजनकचित्तक्षणग्रहणादित्यर्थः । समं च तज्ज्ञानत्वेन, अनन्तरं चाव्यवहितत्वेन, समनन्तरं तेन । चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसंगः स्मृतिसंकरश्च । बुद्धिरिति चित्तमित्यर्थः । नागृहीता चरमा बुद्धिः पूर्वबुद्धिग्रहणसमर्था । न हि बुद्ध्याऽसंबद्धा पूर्वबुद्धिर्बुद्धा भवितुमर्हति । न ह्यगृहीतदण्डो दण्डिनमवगन्तुमर्हति । तस्मादनवस्थेति । विज्ञानवेदनासंज्ञारूपसंस्काराः स्कन्धाः । सांख्ययोगादयः प्रवादाः । सांख्याश्च योगाश्च त एवादयो येषां वैशेषिकादिप्रवादानां ते सांख्ययोगादयः प्रवादा: । सुगममन्यत् ॥२१॥ “સ્યાન્મતિ...” વગેરેથી ફરીવાર વૈનાશિક મત રજૂ કરે છે. દશ્ય હોવાથી ભલે ચિત્તનું સ્વસંવેદન ન હોય. એમ પણ આત્મા સિદ્ધ થતો નથી. પોતાના પ્રવાહમાં વહી આવતા અંતિમ ચિત્તક્ષણ વડે સ્વસત્તામાં નિરુદ્ધ થયેલા, પોતાને પેદા કરનાર ચિત્તનું ગ્રહણ થશે, એવો અર્થ છે. સમ્ એટલે સમાન અને અનંતર એટલે વ્યવધાન રહિત તરત ઉત્પન્ન થતા ચિત્તને સમનન્તર કહે છે. બુદ્ધિ એટલે