SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४] પતંજલિનાં યોગસૂત્રો [५. ४ सू. १४ श्रद्धातव्यवचनाः स्युरिति । इदमत्राकूतम्-सहोपलम्भनियमश्च वेद्यत्वं च हेतू सन्दिग्धव्यतिरेकतयाऽनैकान्तिकौ । तथा हि- ज्ञानाकारस्य भूतभौतिकादेर्यदेतद्बाह्यत्वं स्थूलत्वं च भासेते न ते ज्ञाने संभवतः । तथा हि- नानादेशव्यापिता स्थौल्यं विच्छिन्नदेशता च बाह्यत्वम् । न चैकविज्ञानस्य नानादेशव्यापिता विच्छिन्नदेशता चोपपद्यते । तद्देशत्वातद्देशत्वलक्षणविरुद्धधर्मसंसर्गस्यैकत्रासंभवात् । संभवे वा त्रैलोक्यस्यैकत्वप्रसङ्गात् । अत एवास्तु विज्ञानभेद इति चेत् ? हन्त भोः, परमसूक्ष्मगोचराणां प्रत्ययानां परस्परवार्तानभिज्ञानां स्वगोचरमात्रजागरूकाणां कुतस्त्योऽयं स्थूलावभासः । न च विकल्पगोचरोऽभिलापः । संसर्गाभावाद्विशदप्रतिभासत्वाच्च । न च स्थूलमालोचितं यतस्तदुपाधिकस्य विशदता भवेत्तत्पृष्ठभाविनः । न चाविकल्पवद्विकल्पोऽपि स्वाकारमात्रगोचरः, तस्य चास्थूलत्वान्न स्थूलगोचरो भवितुर्महति । तस्माद्बाह्ये च प्रत्यये स्थूलस्य बाह्यस्य चासंभवादलीकमेतदास्थातव्यम् । न चालीकं विज्ञानादभिन्नम् । विज्ञानस्य तद्वत्तुच्छत्वप्रसङ्गात् । तथा च वेद्यत्वस्याभेदव्याप्यत्वाभावात्कुतो भेदप्रतिपक्षत्वम् । सहोपलम्भनियमश्च सदसतोरिव विज्ञानस्थौल्ययोः सतोरपि स्वभावाद्वा कुतश्चित्प्रतिबन्धाद्वोपपत्स्यते, तस्मादनैकान्तिकत्वादेतौ हेत्वाभासौ विकल्पमात्रमेव बाह्याभावे प्रसुवाते । न च प्रत्यक्षमाहात्म्यं विकल्पमात्रेणापोद्यते । तस्मात्साधूक्तं कथमप्रमाणात्मकेन विकल्पज्ञानबलेनेति । एतेन प्रत्ययत्वमपि स्वप्नादिप्रत्ययदृष्टान्तेन निरालम्बनत्वसाधनमपास्तम्। प्रमेयविकल्पस्त्ववयविव्यवस्थापनेन प्रयुक्तः । विस्तरस्तु न्यायकणिकायामनुसरणीय इति तदिह कृतं विस्तरेणेति ॥१४॥ ભલે ત્રણ ગુણોનું આવું પરિણામવૈચિત્ર્ય હોય. પરંતુ પૃથ્વી અથવા જળ એમ એક પરિણામ શાથી થાય છે? વૈવિધ્ય અને એકત્વ વિરુદ્ધ છે, એવી આશંકાથી “યદા ત” વગેરેથી ભૂમિકા બાંધીને “પરિણામૈત્વાદ્ વસ્તુ તત્ત્વમ્” સૂત્ર પ્રસ્તુત કરે છે. અનેક કારણોનું એક પરિણામ જોવા મળે છે. દાખલા તરીકે ગાય, ઘોડો, પાડો, હાથી વગેરેને એકીસાથે ક્ષારવાળા ખાડામાં નાખવામાં આવે તો, શારજાતિનું એક પરિણામ થાય છે. દિવેટ, તેલ અને અગ્નિનું એક પ્રદીપરૂપ પરિણામ થાય છે. એ રીતે અનેક ગુણોનું એક પરિણામ થાય છે. તેથી તન્માત્રા, ભૂતો અને ભૌતિક પદાર્થોનું તત્ત્વ એક છે. ગુણોનું ગ્રહણ રૂપથી પ્રકાશાત્મક સત્ત્વગુણની પ્રધાનતાને કારણે, અહંકારનાં અવાન્તર કાર્યોનું કરણભાવે શ્રોત્ર ઇન્દ્રિયરૂપ એક પરિણામ થાય છે. એ જ ગુણોનું તમોગુણની પ્રધાનતાના કારણે જડપણારૂપ ગ્રાહ્યભાવે શબ્દ તન્માત્રા રૂપ, એકવિષયરૂપ શબ્દભાવે પરિણામ થાય છે. શબ્દ એટલે શબ્દ તન્માત્રા. વિષય શબ્દથી જડપણું દર્શાવ્યું. તન્માત્રા (અત્યંત સૂક્ષ્મ
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy