SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૪ સૂ. ૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૧૭ અવકાશ મળતાં પ્રગટ થાય છે. માટે વ્યવધાન હોવા છતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવ (કાર્ય-કારણભાવ)નો ઉચ્છેદ ન થતો હોવાથી આનન્તર્ય જ સિદ્ધ થાય છે. (વર્તમાન મનુષ્ય જન્મ પછી કર્મવશાત્ બિલાડીનો જન્મ મળે તો અગાઉ ઘણા કલ્પો પહેલાંના બિલાડી તરીકેના સંસ્કારો પ્રગટ થાય છે.) ૯ तत्त्ववैशारदी - eturn स्यादेतत्-मनुष्यस्य प्रायेणानन्तरमधिगतमार्जारभावस्यानन्तरतया मनुष्यवासनाया एवाभिव्यक्त्या भवितव्यम् । न खल्वस्ति संभवो यदनन्तरदिवसानुभूतं न स्मर्यते व्यवहितदिवसानुभूतं च स्मर्यत इत्यत आह- जातिदेशकालव्यवहितानामप्यानन्तर्य स्मृतिसंस्कारयोरेकरूपत्वात् । भवतु वृषदंशवासनाया जात्यादिव्यवधिः, तथापि तस्याः फलत आनन्तर्यम् । वृषदंशाविपाकेन कर्मणा तस्या एव स्वविपाकानुगुणाया अभिव्यक्ती तत्स्मरणसमुत्पादादित्याह-वृषदंशविपाकोदय इति । उदेत्यस्मादित्युदयः कर्माशयः । पुनश्च स्वव्यञ्जकाञ्जन एवोदियात्, अभिव्यज्येत विपाकारम्भाभिमुखः क्रियतेत्यर्थः । अभिसंस्कारक्रिया उपादाय गृहीत्वा व्यज्येत । यदि व्यज्येत स्वविपाकानुगुणा एव वासना गृहीत्वा व्यज्येतेत्यर्थः । आनन्तर्यमेव फलतः कारणद्वारकमुपपाद्य कार्यद्वारमुपपादयति-कुतश्च स्मृतीति । एकरूपतया सादृश्यम् । तदेवाह- यथेति । नन्वनुभवसरूपाश्चेत्संस्कारास्तथा सत्यनुभवा विशरारव इत्येतेऽपि विशरारवः कथं चिरभाविनेऽनुभवाय कल्पेरन्नित्यत आह- ते च कर्मवासनानुरूपा इति । यथाऽपूर्वं १ स्थायि क्षणिककर्मनिमित्तमप्येवं क्षणिकानुभवनिमित्तोऽपि संस्कारः स्थायी । किंचिद्भेदाधिष्ठानं च सारूप्यम् । अन्यथाऽभेदे तत्त्वेन सादृश्यानुपपत्तेरित्यर्थः । सुगममन्यत् ॥९॥ ભલે. પણ મનુષ્ય મૃત્યુ પછી બિલાડી તરીકે જન્મે, તો તરત પહેલાંની મનુષ્યવાસના જ વ્યક્ત થવી જોઈએ. ગઈકાલે અનુભવ્યું હોય એ યાદ ન આવે અને ઘણા દિવસો પહેલાં અનુભવેલું યાદ આવે એ સંભવિત નથી. આ શંકાના સમાધાન માટે સૂત્રકાર “જાતિદેશકાલ..” વગેરે સૂત્રથી કહે છે કે જન્મ, દેશ અને કાળનું વ્યવધાન હોય તો પણ સંસ્કારોનું આનન્તર્ય (અવ્યવધાન) હોય છે, કારણકે મૃતિ અને સંસ્કાર સમાન રૂપવાળાં છે. બિલાડીની વાસના જન્મ વગેરેના વ્યવધાનવાળી છે, છતાં ફળની દૃષ્ટિએ આનન્તર્ય છે. બિલાડીની અવસ્થા પ્રગટ કરે એવું કર્મ, પોતાના ફળને અનુરૂપ વાસનાનું સ્મરણ ઉત્પન્ન કરે છે, એ વાત “વૃષદંશવિપાક” વગેરેથી કહે છે. ઉદય એટલે કર્ભાશય, કારણ કે એમાંથી સ્મૃતિનો ઉદય થાય છે. એ ફરીથી પોતાને વ્યક્ત કરનાર કારણવડે પ્રગટ થાય છે અને ફળ
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy