________________
પા. ૧ સૂ. ૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૧૧
इत्याह-अतस्तस्यामिति । ज्ञानप्रसादमात्रेण हि परेण वैराग्येण विवेकख्यातिमपि निरुणद्धीत्यर्थः । अथ निरुद्धाशेषवृत्ति चित्तं कीदशमित्यत आह-तदवस्थमित्यादि । स निरोधोऽवस्था यस्य तत्तथोक्तम् । निरोधस्य स्वरूपमाह-स निर्बीज इति । क्लेशसहितः कर्माशयो जात्यायुर्भोगबीजम् । तस्मान्निर्गत इति निर्बीजः । अस्यैव योगिजनप्रसिद्धामन्वर्थसंज्ञामादर्शयति-न तत्रेति । उपसंहरति-द्विविधः स योगश्चित्तवृत्तिनिरोध इति ॥२॥
“તસ્ય લક્ષણાભિધિત્સયા...” વગેરેથી બીજું સૂત્ર રજૂ કરે છે. “તસ્ય” (તેના) શબ્દથી પ્રથમસૂત્રમાં કહેલા પ્રકારના યોગનો ઉલ્લેખ કરે છે : યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. જે અવસ્થાવિશેષમાં ચિત્તની પ્રમાણ વગેરે વૃત્તિઓ નિરોધાય (રોકાય) છે, એને યોગ કહે છે.
સંપ્રજ્ઞાત સમાધિમાં આ લક્ષણ લાગુ પડતું નથી, તેથી એ લક્ષણ નથી. એમાં સાત્વિક વૃત્તિનો નિરોધ થતો નથી. તેથી “સર્વશદાગ્રહણાતુ” વગેરેથી કહે છે કે જો સર્વ-બધી-ચિત્ત-વૃત્તિઓ નિરોધાય એમ કહ્યું હોત, તો સંપ્રજ્ઞાતમાં યોગનું લક્ષણ લાગુ ન પડત. પણ ક્લેશ, કર્મવિપાક અને આશયનો વિરોધી ચિત્તવૃત્તિનિરોધ તો એને (સંપ્રજ્ઞાતને) પણ આવરી લે છે. એમાં પણ રાજસ અને તામસ વૃત્તિઓનો નિરોધ થાય છે. એમનો નિરોધ જ એનું સ્વરૂપ છે, એવો અર્થ છે.
એક ચિત્તનો ક્ષિપ્ત વગેરે ભૂમિઓ સાથે સંબંધ શાથી થાય છે, અને એ ભૂમિઓ સાથે સંકળાયેલી ચિત્તની વૃત્તિઓ શા માટે નિરોધવી જોઈએ એવી આશંકા કરીને, પહેલાં વિવિધ અવસ્થાઓ સાથે ચિત્તના સંબંધનો હેતુ દર્શાવે છે : ચિત્ત ત્રણ ગુણોવાળું છે. પ્રકાશશીલ હોવાથી સત્ત્વગુણવાળું, પ્રવૃત્તિશીલ હોવાથી રજોગુણવાળું અને સ્થિતિશીલ હોવાથી તમોગુણવાળું છે. પ્રકાશનું ગ્રહણ સૂચક છે, એનાથી બીજા પ્રસન્નતા, હળવાશ અને સુખ વગેરે સત્ત્વગુણના ધર્મો સૂચવાય છે. અને પ્રવૃત્તિથી પરિતાપ, શોક વગેરે રાજસ ગુણો સૂચવાય છે. પ્રવૃત્તિનો વિરોધી તમોવૃત્તિનો ધર્મ સ્થિતિ છે. સ્થિતિના ગ્રહણથી ભારેપણું, આવરણ અને દીનતા વગેરે લક્ષિત થાય છે. આશય એ છે કે એક ચિત્ત પણ ત્રણ ગુણોથી નિર્મિત થયું હોવાથી અને ગુણો અસમાન હોવાથી, તેમજ પરસ્પર સંઘર્ષરત રહેતા હોવાથી વિચિત્ર પ્રકારનાં પરિણામો નિપજાવી, અનેક અવસ્થાઓવાળું બને છે. ક્ષિપ્ત વગેરે ભૂમિઓ પણ બીજી ઘણી, સંભવિત, ગૌણ અવસ્થાઓના વૈવિધ્યને લક્ષિત કરે છે.
ચિત્તરૂપમાં પરિણમેલું સત્ત્વ એટલે ચિત્તસત્ત્વ. આનાથી પ્રકાશરૂપ હોવાથી ચિત્તમાં સત્ત્વની પ્રધાનતા દર્શાવવામાં આવી છે. આવા ચિત્તમાં સત્ત્વથી ઓછા પ્રમાણમાં રજસ અને તમસ સમાનપણે રહે, ત્યારે એ ઐશ્વર્ય અને ઇન્દ્રિયોના શબ્દ