SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ. ૩ સૂ. ૪૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૭૯ પ્રાકામ્યથી ઈચ્છાનો વિઘાત થતો નથી. પાણીની જેમ પૃથ્વીમાં ડૂબકી મારીને બહાર આવે છે. વશિત્વથી ભૂત-ભૌતિકો વશ કરે છે, પોતે એમને વશ થતો નથી. ઈશિત્વથી એમને ઉત્પન્ન અને વિનષ્ટ કરી શકે છે. એનાથી કામાવસાયિત્વ કે સત્યસંકલ્પતા સિદ્ધ થાય છે. ભૂતપ્રકૃતિઓ એના સંકલ્પ મુજબ પ્રવર્તે છે અને સમર્થ હોવા છતાં પદાર્થ-વિપર્યાસ (ફેરફાર) કરતો નથી. કેમ? કારણ કે પૂર્વસિદ્ધ બીજા યત્રકામાવસાયી (ઈશ્વર)નો ભૂતવિષે એવો સંકલ્પ છે. આ આઠ ઐશ્વર્યો છે. કાયસંપત આગળ કહેવાશે. ભૂતોના ધર્મો આઘાત કરતા નથી, એટલે પૃથ્વી પોતાની મૂર્તિ (ઘનતા)થી એના શરીર વગેરેની ક્રિયાને રોકતી નથી. પત્થરમાં પણ પ્રવેશ કરે છે. સ્નિગ્ધ જળ એને ભીંજવતાં નથી. ગરમ અગ્નિ એને બાળતો નથી. વહનશીલ વાયુ એને ખસેડતો નથી. અનાવરણ સ્વભાવના આકાશમાં પણ પોતાના શરીરને છુપાવે છે, અને સિદ્ધો વડે પણ અદશ્ય બને છે. ૪૫ तत्त्व वैशारदी संकल्पानुविधाने भूतानां किं योगिनः सिध्यतीत्यत आह-ततोऽणिमादिप्रादुर्भाव: कायसंपत्तद्धर्मानभिघातश्च । स्थूलसंयमजयाच्चतस्रः सिद्धयो भवन्तीत्याहतत्राणिमा महानपि भवत्यणुः । लघिमा महानपि लघुर्भूत्वेषीकतुल इवाकाशे विहरति । महिमाल्पोऽपि ग्रामनगगगनपरिमाणो भवति । प्राप्तिः सर्वे भावाः संनिहिता भवन्ति योगिनः, तद्यथा भूमिष्ठ एवाङ्गल्यग्रेण स्पृशति चन्द्रमसम् । स्वरूपसंयमविजयात्सिद्धिमाह-प्राकाम्यमिच्छानभिघातः । नास्य रूपं भूतस्वरूपैर्मूर्त्यादिभिरभिहन्यते । भूमावुन्मज्जति निमज्जति च यथोदके । सूक्ष्मविषयसंयमजयात्सिद्धिमाह-वशित्वम् इति । भूतानि पृथिव्यादीनि भौतिकानि गोघटादीनि । तेषु वशी स्वतन्त्रो भवति । तेषां त्ववश्यस्तत्कारणतन्मात्रपृथिव्यादिपरमाणुवशीकारात्तत्कार्यवशीकारः । तेन यानि यथावस्थापयति तानि तथावतिष्ठन्त इत्यर्थः । अन्वयविषयसंयमजयात्सिद्धिमाहईशितृत्वम् इति । तेषां भूतभौतिकानां विजितमूलप्रकृतिः सन् यः प्रभव उत्पादो यश्चाप्ययो विनाशो यश्च व्यूहो यथावदवस्थापनं तेषामीष्टे । अर्थवत्त्वसंयमात्सिद्धिमाहयत्र कामावसायित्वं सत्यसङ्कल्पता । विजितगुणार्थवत्त्वो हि योगी यद्यदर्थतया सङ्कल्पयति तत्तस्मै प्रयोजनाय कल्पते । विषमप्यमृतकार्ये सङ्कल्प्य भोजयञ्जीवयतीति । स्यादेतत्-यथा शक्तिविपर्यासं करोत्येवं पदार्थविपर्यासमपि कस्मान्न करोति ? तथा
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy