SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૩ સૂ. ૩૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૬૧ संयमाद्विरमेदत आह-ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः । व्युत्थितचित्तो हि ताः सिद्धीरभिमन्यते, जन्मदुर्गत इव द्रविणकणिकामपि द्रविणसंभारम् । योगिना तु समाहितचित्तेनोपनताभ्योऽपि ताभ्यो विरन्तव्यम् । अभिसंहिततापत्रयात्यन्तिकोपशमरूपपरमपुरुषार्थः स खल्वयं कथं तत्प्रत्यनीकासु सिद्धिषु रज्येतेति सूत्रभाष्ययोरर्थः ॥३७॥ આત્મવિષયક સંયમમાં પ્રવૃત્ત થયેલો યોગી, એના પ્રભાવથી આવી બીજી બાબતોની સિદ્ધિ મેળવીને હું કૃતાર્થ થયો, એમ માની વિરમે નહીં, એ માટે “તે સમાધાવુપસર્ગા” વગેરે સૂત્રથી કહે છે કે જન્મથી દરિદ્ર પુરુષ ધનની કણિકાઓ મેળવીને ખજાનો મળ્યો હોય એમ માને, એમ વ્યસ્થિતચિત્તવાળો યોગી એમને સિદ્ધિઓ ગણે છે. સમાહિત ચિત્તવાળા યોગીએ આવી સિદ્ધિઓ મળે તો પણ ન સ્વીકારવી જોઈએ. ત્રણ તાપોથી ઘેરાયેલો, એમની આત્યંતિક શાન્તિરૂપ પરમ પુરુષાર્થ માટે પ્રવૃત્ત થયેલો યોગી, એની વિરોધી આવી સિદ્ધિઓમાં કેવી રીતે રાગવાળો બને, એવો સૂત્રભાષ્યનો અર્થ છે. ૩૭ बन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरावेशः ॥३८॥ બંધનું કારણ શિથિલ થતાં, અને ચિત્તના પ્રચારના જ્ઞાનથી બીજાના શરીરમાં પ્રવેશ થઈ શકે છે. ૩૮ भाष्य लोलीभूतस्य मनसोऽप्रतिष्ठस्य शरीरे कर्माशयवशाद् बन्धःप्रतिष्ठेत्यर्थः । तस्य कर्मणो बन्धकारणस्य शैथिल्यं समाधिबलाद्भवति । प्रचारसंवेदनं च चित्तम्य समाधिजमेव, कर्मबन्धक्षयात्स्वचित्तस्य प्रचारसंवेदनाच्च योगी चित्तं स्वशरीरानिष्कृष्य शरीरान्तरेषु निक्षिपति । निक्षिप्तं चित्तं चेन्द्रियाण्यानुपतन्ति । यथा मधुकरराजानं मक्षिका उत्पतन्तमनूत्पतन्ति निविशमानमनुनिविशन्ते, तथेन्द्रियाणि परशरीरावेशे चित्तमनुविधीयन्त इति ॥३८॥ લોલકની જેમ સદા અસ્થિર અને ભટકતું મન કર્ભાશયના કારણે શરીર સાથે બંધાય એને બંધ કે પ્રતિષ્ઠા કહે છે. બંધકારણરૂપ કર્મની શિથિલતા
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy