SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૬ मात्रध्यानसुखाः । तेन ते तृप्यन्ति । त एते सर्वे संप्रज्ञातसमाधिमुपासते । अथासंप्रज्ञातसमाधिनिष्ठा विदेहप्रकृतिलयाः कस्मात्र लोकमध्ये न्यस्तन्त इत्यत आह- विदेहप्रकृतिलयास्त्विति । बुद्धिवृत्तिमन्तो हि दर्शितविषया लोकयात्रां वहन्तो लोकेषु वर्तन्ते। न चैवं विदेहप्रकृतिलयाः सत्यपि साधिकारत्व इत्यर्थः । तदेतदासत्यलोकमा चावीचेर्योगिना साक्षात्करणीयं सूर्यद्वारे सुषुम्नायां नाड्याम् । न चैतावतापि तत्साक्षात्कारो भवतीत्यत आह- एवं तावदन्यत्रापि सुषुम्नाया अन्यत्रापि योगोपाध्यायोपदिष्टेषु यावदिदं सर्वं जगद् दृष्टमिति । बुद्धिसत्त्वं हि स्वभावत एव विश्वप्रकाशनसमर्थं तमोमलावृतं यत्रैव रजसोद्धाट्यते तदेव प्रकाशयति । सूर्यद्वारसंयमोद्धाष्टितं तु भुवनं प्रकाशयति । न चैवमन्यत्रापि प्रसङ्गः । तत्संयमस्य तावन्मात्रोद्धाटनसामर्थ्यादिति सर्वमवदातम् I/રદ્દા સૂર્યમાં સંયમ કરવાથી યુવથી મેરુ પૃષ્ઠ સુધીના ભુવનનું જ્ઞાન થાય છે. સંગ્રહશ્લોકથી ટૂંકમાં સાત લોક કહી, “તત્રાવીએ.” વગેરેથી એમને વિસ્તારપૂર્વક કહે છે. ઘન એટલે પૃથ્વી. ભૂમિ એટલે સ્થાન. નરકો અનેક ઉપનરકોના પરિવારવાળાં જાણવાં. “મહાકાલ” વગેરેથી એમનાં બીજાં નામોનો નિર્દેશ કરે છે. સૂર્યની ગતિથી સતત રાત-દિવસ થયા કરે છે. જે ભાગને સૂર્ય ત્યજે ત્યાં રાત્રિ, અને અલંકૃત (પ્રકાશિત) કરે ત્યાં દિવસ હોય છે. “તદેતોજનશતસહસ્રમુ”થી જંબુદ્વીપનું પૂરું માપ જણાવે છે. કેવા એક લાખ યોજનવાળું ? એના જવાબમાં “સુમેરોર્દિશિદિશિ” વગેરેથી કહે છે કે એના અર્ધા-પચાસહકાર યોજન-થી બૂઢ કે સંક્ષિપ્ત છે. એના મધ્યમાં સુમેરુ હોવાથી, બે બે ગણા વિસ્તારવાળા સમુદ્રો સરસવના ઢગલા જેવા જણાય છે, એમ વાક્યનો સંબંધ છે. સરસવનો ઢગલો ડાંગરના ઢગલા જેવો ઊંચો અને પૃથ્વીની સમાંતર પણ હોતો નથી. એવા એ સમુદ્રો છે, એવો અર્થ છે. વિચિત્ર પર્વતોરૂપી શિરોભૂષણવાળા દ્વીપો છે. આવું દ્વિીપ, વન, પર્વત, નગર, સમુદ્ર વગેરેની માળાથી વલયવાળું, લોકાલોક પર્વતને વીંટળાયેલું વિશ્વભરામંડલ બ્રહ્માંડમાં ભૂઢ-સંક્ષિપ્ત-મર્યાદિત- છે, અને વ્યવસ્થિત સંનિવેશવાળું છે. જે પ્રજાઓ જ્યાં વસે છે ત્યાં એમને “તત્ર પાતાલે” વગેરેથી દર્શાવે છે. “સુમેરો.” વગેરેથી સુમેરુનો સંનિવેશ વર્ણવે છે. આમ વિવિધ પ્રદેશોવાળા ભૂર્લોક વિષે કહીને “ગ્રહનક્ષત્ર વગેરેથી અંતરિક્ષ લોક વર્ણવે છે. વિક્ષેપ એટલે વ્યાપાર. “માહેન્દ્રનિવાસિનઃ” વગેરેથી સ્વર્લોક વર્ણવે છે. દેવનિકાયો એટલે દેવજાતિઓ. છ દેવજાતિઓના રૂપનો ઉત્કર્ષ “સર્વે સંકલ્પસિદ્ધા...” વગેરેથી કહે છે. ફક્ત સંકલ્પથી વિષયો ઉપસ્થિત થાય છે. વૃન્દારક એટલે પૂજ્ય. કામભોગી એટલે
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy